સુરતના નિમીષભાઈ બ્રેઈનડેડ થતા અંગો દાન કરી 3 લોકોને નવજીવન મળ્યું

PC: Khabarchhe.com

22, મણીનગર રો હાઉસ, કેદારભવન એપાર્ટમેન્ટ પાસે, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત મુકામે રહેતા અને LIC એજન્ટ તરીકે કાર્ય કરતા, નિમીષને 23 જાન્યુઆરીના રોજ માથામાં દુઃખાવો અને ઉલટી થતા પરિવારજનોએ તેને અમીટી હોસ્પીટલમાં ડો.કલ્પેશ અમીચંદવાલાની સારવાર હેઠળ દાખલ કર્યો, પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે MRI એન્જ્યો કરાવતા મગજની લોહીની નળીમાં બ્લોક હોવાનું નિદાન થયું હતું. 23 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. જીગર ઐયા અને ડો. પરેશ પટેલે સર્જરી કરી લોહીની નળીમાંથી ગાંઠ કાઢી સ્ટેન્ટ મુક્યો હતો. ત્યારબાદ તબિયત વધુ બગડતા 24 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રાએ મગજનો સોજો ઓછો કરવા માટેની સર્જરી કરી હતી.

તા. 25 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રા, ન્યુરોફીઝીશયન ડો. રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. ખુશ્બુ વઘાશિયા, ફીજીશિયન ડો. કલ્પેશ અમીચંદવાલા અને ડૉ.ભાર્ગવ ઉમરેટીયાએ નિમીષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. શ્રી સુરતી મોઢવણિક સમાજના અગ્રણી હરીશભાઈ જાડાવાળા અને ભુપેન્દ્રભાઈ ચાવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી નિમીષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નિમીષના પિતા રજનીકાંતભાઈ, માતા સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા, પુત્ર રુદ્ર, બેન સેજલ રાજાજોશી, બનેવી કલ્પેશ રાજાજોશી, પિતરાઈ ભાઈ અંકિત ચાવાળા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

નિમીષના પિતા રજનીકાંત અને તેની પત્ની ચૈતાલી એ જણાવ્યું કે નિમીષ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આપ આગળ વધો. નિમીષના પરિવારમાં વૃદ્ધ માતાપિતા રજનીકાંત અને સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા જે BBAના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને પુત્ર રૂદ્ર જે BCAના બીજા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવી.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી કિડનીનું દાન સ્વીકાર્યું. ફેટી લિવર હોવાને કારણે લિવરનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના દિનેશભાઈ જોગણીએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 67 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે. કિડની સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકાર થી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં નિમીષના પિતા રજનીકાંતભાઈ, માતા સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા, પુત્ર રુદ્ર, બેન સેજલ રાજજોષી, બનેવી કલ્પેશ રાજજોષી, પિતરાઈ ભાઈ અંકિત ચાવાળા, મિત્ર જીગ્નેશ જાડાવાળા, હરીશભાઈ જાડાવાળા, પિતરાઈ મામા ભુપેન્દ્રભાઈ ચાવાળા તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા, ન્યુરોફીજીશયન ડૉ.રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાસીયા, ફીજીશિયન ડો. કલ્પેશ અમીચંદવાલા, ડૉ.ભાર્ગવ ઉમરેટીયા, ડૉ. નેહલ શાહ મેડીકલ ઓફિસર ડૉ.હર્ષ ઢોલા, યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના સીઈઓ અને ટ્રસ્ટી નીરવ માંડલેવાલા, માનવેન્દ્ર વાંસીયા, કપીલ ગાંધી, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, નિક્શન ભટ્ટ, રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp