- Gujarat
- કર્મ કર્યા વગર કશું મળતું નથી એટલે તમે જે કામ કરો છો તેને પ્રેમ કરો
કર્મ કર્યા વગર કશું મળતું નથી એટલે તમે જે કામ કરો છો તેને પ્રેમ કરો
એક વખત રસ્તે ચાલતા એક સાધુએ યુવકને કહ્યું તારા નસીબમાં કઈ નથી. તું ભાગ્યહીન છે. પેલા યુવકે તરતજ એક નાની સળી લીધીને પોતાના હાથ ઉપર રેખા ખેંચીને કહ્યું કે હું મારું ભાગ્ય જાતે જ બનાવીશ, એ યુવક આગળ જઇ ચાનકી બન્યો. જીવનમાં કર્મ બહુજ જરૂરી છે.અને એ જો સારા કર્મો હોય તો એની વાત જ જુદી હોય. કહેવાય છે કે 100/ માંથી 40/ ભાગ્ય ના, બીજા 40/ કર્મના અને 20 /પાછલા જન્મના પાપ –પુણ્યના આધારે ક્યાં ઘરમાં તમે જન્મ લીધો. માની લો કે ભાગ્ય સારું નથી, .સારા ઘરમાં જન્મ પણ ન થયો, પણ તમારા કર્મના 40/ તો કોઈ છીનવીજ ન શકે. તમે જેટલા એકાગ્રતા થી કર્મ કરશો એટલુ જ એનું ફળ સારું મળશે.
લાલબહાદુર શાસ્ત્રી એક ખેડૂતના પુત્ર હતા, પણ કેવળ કર્મના કારણેજ એ પ્રધાન મંત્રી બન્યા.કર્મ પણ કેવા નિસ્વાર્થ.ફળ ની આશા રાખ્યા વગર.એટલેજ એ કર્મયોગી કહેવાયા. બાઇબલમાં પણ કહેવાયું છે કે જે કર્મ કરશે એજ દુનિયા પર રાજ કરશે. આપણા મહાન ગ્રંથ ભાગવત ગીતામાં તો કર્મને જ મહત્વ આપવામાં આવ્યું છે. યુધ્ધ સમયે અર્જુન પોતાના સગા વહાલાને જોઈ દુખી થઈ શસ્ત્ર નીચે મૂકી દે છે, ત્યારે ક્રુષ્ણ એને કર્મ અને કર્તવ્ય નું ભાન કરાવે છે. એમ જોવા જતાં કર્મ અને કર્તવ્ય એકજ સિક્કાની બે બાજુ છે.કર્તવ્ય કરવામાટે કર્મ તો કરવા જ પડે. હમણાં જ ન્યુટન વિષે મેં વાચ્યું કે એના જન્મ પહેલાજ એના પિતાનું મૃત્યુ થઈ જાય છે. એની માતાએ બીજા લગ્ન કર્યા પણ બીજા પિતાનું પણ મૃત્યુ થઈ જાય છે.પછી માતા નો પણ સ્વર્ગવાસ થઈ જાય છે. યુવાવસ્થામાં એક છોકરી સાથે સગાઈ થઈ જાય છે, પરંતુ એ પણ છોડીને જતી રહે છે. ત્યાર પછી ન્યુટને બધુ છોડી દીધું એ એકલા પડી ગયા.પછી એ આખો સમય ફ્ક્ત કામ કરતાં રહ્યા.બસ કર્મ એમનું જીવન બની ગયું.આમ એ મહાન વૈજ્ઞાનિક બન્યા.
કદાચ ભાગ્ય થી મળેલું ટકશે નહીં પણ કર્મ થી મળેલું કોઈ છીનવી નહીં શકશે. એટલું જ નહી, પણ કર્મ કરવાથી તમને સાચો આનંદ, ખુશી, મનની શાંતિ અને સંતોષ પણ મળશે. ડૉ અબ્દુલ કલામે એક ખુબજ સરસ વાત કહી હતી કે જો તમને થોડા સમય નો આનંદ જોઈતો હોય તો જોક્સ સાંભળી લો, થોડો વધુ આનંદ મેળવવા મૂવી જોઇ લો એના કરતાં પણ વધુ ખુશી જોઈતી હોય તો રેસ્ટોરન્ટમાં ખાવા જાવ થોડા દિવસો માટે ખુશી મેળવવી હોય તો પ્રવાસે જાવ,. પણ તમારે હમેંશા આનંદીત રહેવું હોય તો તમારા કામને પ્રેમ કરો. કર્તવ્ય કરવા માટે પણ કર્મ ની જરૂર પડે. માતપિતાની ફરજ હોય છે કે પોતાના બાળકોનું સારી રીતે પાલન કરે પરંતુ એના માટે એમને કર્મ તો કરવાજ પડે.બીજી વાત તમારા કર્મ તમારા જીવન નો આધાર હોય છે.સારા કર્મ તમને આત્મિક શાંતિ અને આનંદ આપશે. મુન્શી પ્રેમચંદ ની એક વાર્તામાં કર્મનો બહુજ સરસ દાખલો આપ્યો છે. એક ખેડૂત હોય છે. એણે બહુ મહેનત કરી ઘર, જમીન, ધન ભેગું કરેલું.એની ગામમાં ખુબજ ઇજ્જત હતી. થોડી ઉમર થયા પછી એણે વિચાર્યું હવે દીકરો મોટો થઈ ગયો છે.બધુ એને સોપીને હું હવે આરામ કરીશ, ભગવાનનું નામ સ્મરણ કરીશ. એણે કામ કરવાનું છોડી દીધું. ધીરે ધીરે એની ઇજ્જત ઘરમાં ઘટી ગઈ. છોકરો પૂછ્યા વગર કામ કરવા લાગ્યો. એના હાથ માંથી સત્તા જતી રહી, દીકરો અપમાન કરવા લાગ્યો. પત્ની પણ દીકરાને સાથ આપતી અને ખેડૂતને અપમાન કરતી અચાનક એક દિવસ એ ખેડૂત સવારે વહેલો ઉઠ્યો અને ખેતરમાં ગયો. એણે ઓછા સમયમાં બમણું કામ કર્યું. દીકરો એમનું કામ જોઈ છક થઈ ગયો. ધીરે ધીરે ફરી એની ઇજ્જત વધવા લાગી.
માણસ હમેશા કર્મથીજ ઓળખાય,.કર્મ થીજ તમને માન, સન્માન, ધન,પ્રતિસ્ઠા અને ઇજ્જત મળે.કોઈને પણ વ્યક્તિ એટલો પસંદના હોય જેટલું એનું કામ. એટ્લે છેલ્લે એકજ વાત કામને પ્રેમ કરો.

