NSDC અને AM/NS ઈન્ડિયાએ 800 લોકોને સફળતાપૂર્વક ડિજિટલ સ્કીલથી સજ્જ કર્યા

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ આજે જાહેરાત કરી છે કે વર્ષ 2022માં શરૂ કરાયેલી તેમની રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ ભાગીદારીએ 800 મહત્વાકાંક્ષી યુવાનો માટે તેનો પ્રારંભિક તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે, જેમાંથી 70% તાલીમાર્થીઓ અત્યાર સુધી નોકરીઓ મેળવી ચૂક્યા છે. આ વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલો કાર્યક્રમ ડિજિટલ અને વ્યાપક ટેકનોલોજી કૌશલ્ય તાલીમ પર કેન્દ્રિત છે જેથી સહભાગીઓને વિવિધ ઉદ્યોગોમાં વર્કફોર્સમાં તેમના પ્રવેશને સરળ બનાવવા માટે સાધનો અને જ્ઞાન પ્રદાન કરી શકાય. નોકરી મેળવનાર 561 તાલીમાર્થીઓમાં 60 ટકાથી વધુ મહિલાઓ છે.
એનએસડીસી અને એએમ/એનએસ ઈન્ડિયા આગામી વર્ષોમાં વધુ 800 લોકોને તાલીમ આપીને કાર્યક્રમની સફળતાને આગળ વધારવાનો ઇરાદો ધરાવે છે. આમાં ઓડિશાના કેન્દ્રાપારા, સુંદરગઢ અને કેઓંઝર જિલ્લામાં ત્રણ નવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો તેમજ છત્તીસગઢના દાંતેવાડામાં એક કેન્દ્રની સ્થાપનાનો સમાવેશ થાય છે.
એનએસડીસીના સીઈઓ તથા એનએસડીસી ઈન્ટરનેશનલના એમડી વેદ મણિ તિવારીએ જણાવ્યું હતું કે, “ભારત પ્રચંડ યુવા વસ્તી ધરાવે છે. આથી એ જરૂરી છે કે તેઓ વ્યવસાયની ગતિશીલ માંગને પહોંચી વળવા આવશ્યક ડોમેન-વિશિષ્ટ કૌશલ્યોથી સજ્જ હોય. આઈટી /આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ ક્ષેત્રોમાં પ્લેસમેન્ટ-લિંક્ડ કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવું એ યુવા ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ પગલું છે અને આ પહેલ યુવાનોને લાભદાયી કારકિર્દીની સંભાવનાઓને ખોલવા અને ગતિશીલ જોબ માર્કેટમાં આગળ વધવા માટે સશક્ત બનાવે છે. પ્રતિષ્ઠિત કંપનીઓમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું એએમ/એનએસ ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારી માટે વધુ ને વધુ ખાનગી ક્ષેત્રને સાંકળવા માટે પ્રોત્સાહિત કરવા, ક્ષેત્રની ક્ષમતાઓને વધારવા, ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા અને વર્કફોર્સમાં તેમના સંક્રમણને સરળ બનાવવા માટે ઉત્સાહી છું.”
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના એચઆર તથા એડમિનિસ્ટ્રેશન ડેપ્યુટી ડિરેક્ટર કેઇજી કુબોતાએ જણાવ્યું હતું કે “યુવાનોની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરવા માટે આ પહેલની સ્થાપના પછીથી જે પ્રગતિ થઈ છે તેનાથી અમે રોમાંચિત છીએ. પ્રોગ્રામની સફળતાના કેન્દ્રમાં યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવાની એવી ક્ષમતા રહેલી છે જે ખાસ કરીને ટેક અને ટેલિકોમ સહિતના ઉદ્યોગોની શ્રેણીમાં ઉપલબ્ધ જોબ પ્લેસમેન્ટ સાથે જોડાયેલી છે. અમારા પાર્ટનર એનએસડીસી સાથે મળીને, અમે હજુ પણ વધુ યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્ર માટે ટેકનોલોજી આધારિત ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે આતુર છીએ.”
એએમ/એનએસ ઇન્ડિયાએ વર્ષ 2022માં એનએસડીસી સાથે સૌપ્રથમ વખત ભાગીદારી કરી હતી અને તે સમયે ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ચાર કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રોના વિદ્યાર્થીઓને વાસ્તવિક-જીવનના કાર્ય વાતાવરણથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોફેશનલ સેટિંગ્સમાં તેમની કુશળતા લાગુ કરવાની તક મળી. સેક્ટર સ્કીલ કાઉન્સિલમાં સમાવિષ્ટ એજન્સીઓ એક મજબૂત આકારણી અભિગમ અમલમાં મૂકે છે અને પ્લેસમેન્ટની તકો સાથે તાલીમ પૂરી થયાના પ્રમાણપત્રો પણ એનાયત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp