શિવરાત્રિ નિમિત્તે ગુજરાતમાં 31 લાખ રૂદ્રાક્ષમાંથી બનાવાયું 31 ફૂટ ઉંચુ શિવલિંગ

PC: twitter.com\

મહાશિવરાત્રીના અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો લાભ ધરમપુરમાં ભાવી ભક્તોને થઈ રહ્યું છે. શિવરાત્રિ નિમિત્તે 31 લાખ રૂદ્રાક્ષમાંથી 31.5 ફૂટ ઉંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે.

દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભોલે બાબાના ભક્તોએ ગુજરાતના ધરમપુરમાં 31.5 ફૂટ ઊંચું શિવલિંગ તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે તેને 31 લાખ રૂદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો પહોંચી રહ્યા છે.

12મી ફેબ્રુઆરીએ આ વિરાટ શિવલિંગ ભળતોના દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. આજે મહાશિવરાત્રિ હોવાથી મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. રુદ્રાક્ષના શિવલિંગ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાય ત્યારે ધરમપુરનું નામ અને તેમનું નામ રુદ્રાક્ષ શિવલિંગના પાયોનિયર તરીકે તેમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તે પ્રકારે આ શિવલિંગ બન્યું છે.

ધરમપુરના તીસ્કરી ગામે સવા 31 લાખ રુદ્રાક્ષમાંથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ભક્તો અહીં એક લોટો જળ હર હર મહાદેવ પર ચઢાવવા સાથે આ ત્રિવેણી પ્રસંગનો લાભ આજના પવિત્ર દિવસે લઈ રહ્યા છે. આજના દિવસે અહીં મહારુદ્ર યજ્ઞમાં શિવ કથા, રક્તદાન કેમ્પ સહીતના આયોજન પણ થયા છે. જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ,વિવિધ કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન મહાપ્રસાદ ભંડારાનું આયોજનનો પણ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp