દીકરી પર મરજી વિરુદ્ધ સગાઇ અને લગ્ન કરવા દબાણ કરતા માતાપિતા અભયમે સમજાવ્યા

PC: khabarchhe.com

પુત્રીની મરજી વિરૂદ્ધ સગાઇ અને લગ્ન કરવા દબાણ કરતા સુરતના પાંડેસરાના એક પરિવારનું કાઉન્સેલિંગ કરી 181 અભયમે સમજાવટથી કામ લેતા પુત્રી અને માતાપિતા વચ્ચે ગેરસમજ દૂર થઈ હતી.

વાત એમ છે કે, 181 અભયમ પર કોલ કરી 20 વર્ષીય યુવતીએ માતા-પિતાને સમજાવવા માટે મદદ માંગી હતી. જેથી ઉમરા અભયમ રેસ્કયુ ટીમ ટીમ સ્થળ પર પહોંચી હતી. પરિવાર સાથે વાત કરી જાણવા મળ્યું કે, યુવતીને હાલ એક વર્ષ લગ્ન કરવાની ઈચ્છા નથી, પરંતુ માતાપિતા સગાઈ અને લગ્ન કરી લેવા અવારનવાર દબાણ કરતા હતા. છોકરાવાળા જોવા આવવાના હોવાથી પીડીતાએ 181 પર કોલ કરી મદદ માંગી હતી.

અભયમ ટીમે પરિવારનું અસરકારક કાઉન્સેલિંગ કરતા માતાપિતા સહમત થયા હતા. દીકરીને યોગ્ય રીતે સાચવશે અને કોમ્પ્યુટર ક્લાસમાં પણ મોકલશે અને લગ્ન માટે ફોર્સ નહી કરે એવી લેખિત બાહેંધરી આપી હતી. યુવતીએ પણ કોમ્પ્યુટર ક્લાસ કરવાની ઈચ્છા હોય ચાલુ ખાનગી નોકરી છોડીને રાજીખુશીથી ક્લાસ કરશે એમ જણાવી અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp