17 દિવસની દીકરીને ICUમાં સારવાર માટે હોસ્પિટલમાં મુકી માતા-પિતા છૂમંતર
વડોદરામાં પોતાની બાળકીને સયાજીરાવ હોસ્પિટલમાં મુકીને માતા પિતા ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે. પોતાની જ દીકરીને સારવારની ભાળ લીધા વિના તેને ICUમાં પથારીવસ મુકીને અને ત્યાંથી ફરાર થઈ ગયા છે. જન્મ બાદ નવજાતને બિમાર હોવાથી અહીં લાવ્યા હતા ત્યાર બાદ તેને હોસ્પિટલમાં આ હાલતમાં છોડી દીધી હતી. જો કે, હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે માતા પિતાને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
આ તે કેવી માનવતા કેવાય કેમ કે એક તરફ પોતાના સંતાનો માટે માતા પિતા બધું ત્યજી દેતા હોય છે ત્યારે અહીં તો આ માતા પિતાએ જ પોતાની દીકરીને ત્યજી દઈ ફરાર થઈ ગયા હતા. સમાજમાં દીકરીઓ પ્રત્યે હજુ પણ આ પ્રકારે અણગમો હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની અંદર 17 દિવસની દીકરી જન્મથી પછી બિમાર રહેવાથી સારવાર માટે લવાઈ હતી. જો પ્રાપ્ત વિગતો અનુસાર અહીં જ મહિલાએ તેમની દીકરીને જન્મ આપ્યો હતો. સારવારની જરૂર હોવાથી તેઓ બિમાર બાળકીને લઈને અહીં આવ્યા હતા પરંતુ સ્ટાફે જ્યારે માતા પિતાની થોડા સમય બાદ પૂછપરછ કરી તો તેઓ નહોતા ત્યારે નર્સિંગ સ્ટાફે આ મામલે રાવપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
બાળકીને તરછોડી દેનાર દંપતી વડોદરાના સાવલીના રસુલાપુરા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ માતા-પિતાને અલગ રાખવામાં આવ્યા હતા. જોકે, અચાનક બાળકીના માતા-પિતા હોસ્પિટલના સ્ટાફને જાણ કર્યા વગર જ નીકળી ગયા હતા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા બાળકીના પરિવારના સભ્યોની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ દેખાયું નહોતું.
જોકે, યુવતીના સગા-સંબંધીઓ મળી શક્યા ન હતા. આથી સમગ્ર મામલે હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી રાવપુરા પોલીસે બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી. આ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ દંપતી બાળકને છોડીને જવાનું કારણ શું હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp