PM મોદી સ્વચ્છતાથી સેમી કંડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છેઃ CM
ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતનાં વિકાસમાં PM નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે. તેમણે દરેક વર્ગ, લોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે સબકા સાથ, સબકા વિકાસની કલ્પનાને સાકાર કરી છે. PM સ્વચ્છતાથી સેમી કંડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, અમને અખબાર વગેરે દ્વારા ગુજરાતનાં વિકાસ અંગે માહિતી મળે છે. પણ અહીં રૂબરૂ તે તમામ કામગીરીને નજીકથી જોવાનો અવસર મળ્યો. સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત અને તેની જાણકારી મેળવવામાં આનંદ થયો હોવાનું પણ જણાવ્યું હતું. પત્રકારોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી.
કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીને સ્મૃતિ ચિન્હ ભેટ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp