PGVCL સૌરાષ્ટ્રના 50 લાખથી વધુ ઘરોમાં લગાવાશે સ્માર્ટ મીટર, 1 મીટરની કિંમત 8000

PC: twitter.com

PGVCL સ્માર્ટ મીટરથી ક્રાંતિ લાવવા સજ્જ થયું છે. મેનેજીંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલના આગવા વિઝન સાથે પીજીવીસીએલે હાઈટેક બનવાના પંથે પ્રયાણ શરૂ કરી દીધું છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો વપરાશ કરી ગ્રાહકો અને કંપનીનું કામ સરળ બનાવવાના પ્રયાસ હાલ સફળતાની દિશામાં જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના અંદાજિત 50 લાખથી વધુ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટરની કિંમત 8થી 10 હજાર રૂપિયા સુધીની છે, પરંતુ વીજ ગ્રાહકો પાસેથી આ ખર્ચ વસૂલવામાં નહીં આવે.

ગ્રાહક રોજિંદા વીજ વપરાશની વિગત મોબાઈલ એપ્લીકેશન અથવા વેબ પોર્ટલ ઉપરથી પ્રાપ્ત કરી શકશે. આથી, બિનજરૂરી વીજ વપરાશને નિયંત્રિત કરી ઊર્જા બચાવી શકાશે અને વીજ બીલ આપતી વેળાએ ગ્રાહકે ઘરે ઉપસ્થિત રહેવું પડતું નથી. ગ્રાહકને વીજ વિક્ષેપની જાણકારી અગાઉથી જ પ્રાપ્ત થઈ જશે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ વીજ જોડાણ હંગામી ધોરણે રદ કરાવી શકશે અને પુન:સ્થાપિત કરાવી શકશે.

વીજ વિતરણ કંપની સ્માર્ટ મીટરથી ઓફીસમાં જ હાય અને લો વોલ્ટેજની માહિતી મેળવી શકશે. આથી, ગ્રાહકોને આવી ફરિયાદો કરવામાંથી મુક્તિ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવાની પહેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અતંર્ગત આવતા સૌરાષ્ટ્ર અને કચ્છની પસંદગી કરવામાં આવી છે.

પ્રિપેડ મીટર આવ્યા બાદ ગ્રાહક 10 રૂપિયાનું રિચાર્જ કરાવી બે દિવસની વીજળી ચલાવાનો નીર્ણય કરી શકશે. સાથોસાથ મોબાઈલ મારફતે ગત 24 કલાકમાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું એપના માધ્યમ થકી અલગ અલગ ઉપકરણો કેટલી વીજળીનો વપરાશ લઈ રહ્યા છે તેની માહિતી મેળવી શકશે. સ્માર્ટ મીટરનું અમલીકરણ થતાં 2 રીતે વીજળીના રેટ આપવામાં આવશે જેમાં દિવસ અને રાત્રિના વીજળીના રેટ અલગ રહેશે. આગળ જતા ટેકનોલોજીનો મોટો લાભ તમામ કન્ઝ્યુમરને મળી શકશે કંપનીને પણ ઘણા લાભો થશે જેમકે મીટર રીડિંગ બંધ થઈ જશે. પેમેન્ટ એડવાન્સમાં આવશે. કલેક્શન કરવા માટે માણસોને મોકલવાના બંધ કરવામાં આવશે જેથી ગ્રાહકોને કંપની બંનેને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp