PM મોદી 3 દિવસ ગુજરાતમાં, પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે અને આ વખતે PM 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી એવા સમયે રાજ્યમાં આવી રહ્યા છે જ્યારે બે મોટા તહેવારો આ જ દિવસમાં આવી રહ્યા છે.16 સપ્ટેમ્બરે ઇદ ને 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન. આ બંને તહેવારો એવા છે કે જેમાં લાખોની મેદની ભેગી થતી હોય છે. એક તરફ પ્રધાનમંત્રીની હાજરી અને બીજી તરફ તહેવારો એટલે પોલીસ ટેન્શનમાં છે. જો કે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બધી વ્યવસ્થા ગોઠવાઇ છે.
પ્રધાનમંત્રી 15 તારીખે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને સીધા વડસર એરફોર્સ સ્ટેશન જવાના છે અને એ પછી સીધા રાજભવન જશે. 16 તારીખે PMનો GMDC ગ્રાઉન્ડ પર મોટો કાર્યક્રમ છે. જેમાં 2500 પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો છે.17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી સવારે 9 વાગ્યે ઓડિશા જવા રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp