રાજકોટ મનપાએ 12 મિટ અને ચીકન શોપ સીલ કરી દીધી
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ગેરકાયદે ધમધમતી 12 મિટશોપ અને ચીકન શોપને સીલ કરી દેવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ચેકીંગ ચાલુ રાખવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.
ગઇકાલે સાંજે નાનામવા રોડ પર ભીમનગર, યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ અને હૈદરી મસ્જીદ પાછળ ખોડિયાર નગર શેરી નં.1માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભીમનગર વિસ્તારમાં ઇમરાનભાઇ ઇશાકભાઇ મંડાલીયાની જૈબી સરકાર ચીકન શોપ, ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ મંડાલીયાની અલ ચીકન શોપ, યુનિવર્સિટી રોડ પર આવકાર સોસાયટીમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર નશીમભાઇ આલમગીરી અંસારીની નાઝ ચીકન શોપ, ઇમ્તીયાઝભાઇ ઇસ્માઇલભાઇ દલની સુકુન પોલ્ટ્રી ફાર્મને સીલ કરી દેવાઈ.
આ ઉપરાંત ભીમનગરમાં અબ્દુલભાઇ જુસાકભાઇ જામની સુહાના કોરા એન્ડ ચીકન શોપ, હૈદરી મસ્જીદ પાછળ ફારૂકભાઇ ઇસ્માઇલભાઇ માંડલીયાની એ-વન મટન શોપ, હુશેનભાઇ કાસમભાઇ મંડાલીયાની સંજરી મટન શોપ, શરીફભાઇ હુશેનભાઇ કટારીયાની કે.જી.એન. ચીકન સેન્ટર, સાહિલભાઇ મુસદ્ભાઇ સોદાગરની રોયલ ચીકન હાઉસ, શરીફભાઇ કટારીયાની મુન્નાભાઇ ચીકન શોપ અને અબીદભાઇ કટારીયાની અલરાજા ચીકન શોપને સીલ કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp