રાજકોટની જાનકી મોટા લોકોને હનીટ્રેપમાં ફસાવતી પછી મોટી રકમ પડાવતી, 5 પકડાયા

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા માથાભારે, બુટલેગર, વ્યાજના ધંધાર્થી અને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવતી યુવતી સહિત પાંચની પાસા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરતા પોલીસે પાંચેયના પાસાના વોરન્ટની બજવણી કરી અલગ અલગ જેલ હવાલે કર્યા છે.

ચુનારાવાડ વિસ્તારમાં રહેતી જાનકી કનક પ્રજાપતિ નામની 26 વર્ષની યુવતીએ રંગીન મિજાજીઓને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવવાના ચાર જેટલા ગુનામાં પકડાતા તેની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવી છે. જ્યારે તેના સાગરીત રૈયાધાર વિસ્તારમાં રહેતા જીતુદાન ઉર્ફે ભુરો બાણીદાન ગઢવી સામે હનીટ્રેપ સહિત પાંચ ગુના નોંધાતા તેના પાસાના વોરન્ટની બજવણી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કરી વડોદરા જેલહવાલે કરાયો છે.

બાબરીયા કોલોની પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ સામે મારામારી અને દારુના 16જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ અટકાયત કરી ભક્તિનગર પોલીસે સુરત જેલ હવાલે કર્યો છે. આનંદનગર કવાર્ટરમાં રહેતા તેના ભાઇ રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ નામના શખ્સ સામે હત્યા, લૂંટઅને દારુના 36 જેટલા ગુના નોંધાતા તેની પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કર્યો છે. અને રણછોડનગરના અકિબ ઉર્ફે હક્કો રફીક મેતર નામના શખ્સ સામે તાજેતરમાં જ વ્યાજની પઠાણી ઉઘરાણી અને મારામારીના ગુના નૌંઘતા તેની પાસા હેટળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરા.યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.