'રક્ષક' એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ

25 ફેબ્રુઆરી 2023ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે 6:30 વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. આપણા રક્ષક ગુજરાત પોલીસ જે રીતે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે એમના માટે આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો ગુજરાત પોલીસને સેલ્યુટ કરવા માટે આવી રહ્યા છે.

75મા આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે આ કાર્યક્રમ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ, સર્જન ધ સ્પાર્ક અને કર્ણાવતી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ દિનેશ ચંદ્ર અગ્રવાલ ગ્રુપ તથા કલ્ચર અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત અને હોમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સપોર્ટ અને સહયોગ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને રાજ્યના કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સભ્ય નરહરિ અમીન, તથા બીજા ઘણા મહાનુભાવો હાજરી આપવાના છે.

આ કાર્યક્રમમાં પોલીસ કમિટિ તરફથી એ.ડી.જી.પી. કાયદો અને વ્યવસ્થા આઈ.પી.એસ. નરસિમ્હા કોમર, અધીક પોલીસ કમિશનર સેક્ટર-૧, અમદાવાદ, આઈ.પી.એસ. નિરજ બડગુજ્જર અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૭, આઈ.પી.એસ ભગીરથસિંહ જાડેજા છે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં 36 જિલ્લાઓ અને 4 પોલીસ કમિશ્નરેટને આવરી લેવામાં આવ્યા છે. તથા સારી કામગીરી કરી હોય તેવા 40 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમ સહાયક: અમદાવાદ રોટી બેંક. હાર્ટ ફાઉન્ડેશન અને સંશોધન સંસ્થા, અમદાવાદ, પટેલ ઈન્ફ્રા, રેડ એફએમ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી, પી પી સવાણી ગ્રુપ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, જે કે લક્ષ્મી સિમેન્ટ, ગોબ્લિન, ક્લુવેવ ફોરેન્સિક સોલ્યુશન્સ, રાધે ઢોકળા, કેકે જ્વેલ્સ, અભિક એડવર્ટાઇઝિંગ પ્રા. લિ.,સ્પોર્ટ્સ બાઇક પ્લાઝા, મિસ્ટર ચાઇ બાઇક, વેસ્ટલેન્ડ ઇમિગ્રેશન, આરટી'સ મીડિયા, કેમફાયર, રાજુ જાપાન, એડવિન્ઝ, લા વિવેન્સિયા., ઇમેજ વિડિઓ ફિલ્મસ,
કેસીએલ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.