જેતપુરથી કામ માટે ધક્કા ન ખાવા પડે એટલે ભાભીએ રહેવા આપેલું ઘર નણંદોયાએ પચાવ્યું

PC: twitter.com

રાજકોટમાં રહેતા મહિલાએ જેતપુર ખાતે રહેતા નણંદોયાને જેતપુરથી હોસ્પિટલના ખમ માટે ધક્કા ન ખાવા પડે તે માટે તેમને થોડા સમય પહેલા તેણીનું મકાન મફતમાં રહેવા માટે આપ્યું હતું પરંતુ નણંદોયાએ તે મકાન પચાવી પાડતા તેમને ભકિતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નણંદોયા સામે લેન્ડ ગ્રેબિગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ અંગે જલારામ 3માં કેવલમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વિબેન જયેશભાઈ રાઠોડે પોતાની ફરિયાદમાં તેના નણંદોયા કિશોર રતિલાલ મારુનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,તેમને કોઠારીયા રોડ પર મારૂતીનગર શેરી નંબર-4માં તેણે દેરાણી મુક્તિબેન મયુર રાઠોડ સાથે મળી 2013માં પ્લોટ ખરીદ કર્યો હતો. 2016માં આ પ્લોટ ઉપર બે મકાનોનું બાંધકામ કર્યું હતું.

તેના સગા નણંદ પ્રફુલાબેન કિશોરભાઈ મારૂ, ભાણેજ મીત અને પીયલ જેતપુર રહેતા હતાં.પરંતુ 2018ની સાલમાં મીતને આંચકી ઉપડતા તેની સારવાર માટે રાજકોટ આવ્યા હતાં. જેથી તેમને મારૂતીનગર શેરી નંબર-4માં આવેલુ મકાન સબંધના દાવે રહેવા આવ્યું હતું. મીતની સારવાર પુરી થઈ ગયા બાદ તેના પગ બરાબર કામ કરતા ન ટી હોવાથી ડોકટરે કસરત કરવાની ન સલાહ આપી હતી. આ સ્થિતિમાં જેતપુરથી અવરજવરમાં તકલીફ પડે તેમ હોવાથી મીતને સારૂ થઈ જાય ન ત્યાં સુધી તેના મારૂતીનગર શેરી નંબર-4માં આવેલા મકાનમાં રહેવાનુ નક્કી કર્યું હતું.

તેના સંતાનો કાલાવડ રોડ પરની આત્મીય સ્કુલમાં અભ્યાસ કરતા હતાં. જુના ઘરેથી ત્યાં જવામાં અગવડ પડતી હોવાથી 2018માં કેવલમ એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદ કર્યો હતો. પાછળથી નણંદોયાનો પરીવાર તેના મારૂતીનગ2-4માં આવેલા મકાનમાં રહેતો હતો. ની ત્યારબાદ પૈસાની જરૂર પડતા તે મકાન વેચવાનું નક્કી કર્યું હતું. જેથી અવારનવાર નણદોયા કિશોરને મકાન ખાલી કરવાનું કહેતા હતાં. પરંતુ તે મકાન ખાલી કરતો ન હતો. 2020ની સાલમાં તેણે ધાકધમકી આપી હતી. એટલું જ નહીં મકાન ખાલી કરવાનો ઈન્કાર કરતા કંટાળીને લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી. જેના આધારે લેન્ડ ગ્રેબીંગ કમીટીએ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પરીણામે ભક્તીનગર પોલીસે આજે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp