- Kutchh
- ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત
ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત
ઉના કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરવામાં આવ્યા. ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કોર્ટ તરફથી રાહત મળી હતી. અગાઉ આ ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે ફરી આજે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહવાન કર્યું હતું. જો કે, કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા.
અગાઉ VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીને સપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે રોષ પણ ઠાલવ્યો હતો. અગાઉ રામનવમી પર્વ નિમિત્તે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની પણ માગ કરવામાં આવી હતી.

ગીર સોમનાથના ઉનામાં રામ નવમીના તહેવાર નિમિત્તે ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની સામેની ફરિયાદ પર રોસ પણ અગાઉ વ્યક્ત કર્યો છે. VHPએ કાજલ હિન્દુસ્તાનીને જામીન અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. જૂનાગઢ પોલીસે અગાઉ અટકાયત પણ કરી હતી.

