બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ

PC: Khabarchhe.com

સાયણ વિભાગ કેળવણી મંડળના હોદેદારઓ, સભ્યઓ તથા શાળાપરિવારના સહયોગથી બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રથમ, સમગ્ર વર્ગમાં પ્રથમ અને સમગ્ર વર્ગમાં દ્વિતીય આવનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરી પ્રોત્સાહન આપવા શાળામાંથી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.

બાલમંદિરથી ધોરણ 12 સુધીમાં સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના સ્વ. નટવરભાઈ નાથુભાઈ પટેલના સ્મરાણાથે પરિવાર દ્વારા એમના પુત્ર હેમંતભાઈ પટેલના હસ્તે પારિતોષિક આપવામાં આવ્યા તેમજ સમગ્ર વર્ગોમાં દ્વિતીય આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના અમૃતભાઈ ડી. પટેલના પરિવાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા. તથા બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીમાં વર્ગમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર) તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. ધોરણ 9થી 12ના વર્ગોમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને દેલાડના સરપંચ વીણાબેન ભાવિનભાઈ પટેલ તરફથી પારિતોષિક અર્પણ કરાયા.

આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન બાબુભાઇ ડાહ્યાભાઈ પટેલ, અતિથિ વિશેષ ધનસુખભાઇ ચુડાસમા, મેહમાન અશોકભાઈ આઈ. પટેલ (ગોથાણ), હેમંતભાઈ પટેલ (દેલાડ), વીણાબેન પટેલ (દેલાડ), ભાવિનભાઈ પટેલ (દેલાડ) અમૃતભાઈ પટેલ (દેલાડ) જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર), સાયણ કેળવણી મંડળના હોદેદારો, સભ્યો, શાળાપરિવાર ઉપસ્થિત હતા.

પ્રાથમિક વિભાગની નવી અધ્યતન કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદ્ધઘાટન દાતા બાબુભાઇ પટેલ તથા ધનસુખભાઇ ચુડાસમાના હસ્તે કરાયું. તેમના તરફથી 5 લાખનું દાન મળ્યું છે. સ્વ. અમૃતભાઈ છોટુભાઈ નાયક (સાંધીયેર)ના પુત્ર દર્શનભાઈ નાયક તરફથી તથા સ્વ. સુનિલ જયેન્દ્રભાઈ દેસાઈના પરિવાર તરફથી પ્રાથમિક વિભાગ કમ્પ્યુટર લેબોરેટરીમાં બે એ. સી.નું દાન આપવામાં આવ્યું. અશોકભાઈ પટેલ (ગોથાણ) તરફથી એક લાખ પચાસ હજાર રૂપિયા તથા ભાવિનભાઈ પટેલ તરફથી એક લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું છે. શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ તરફથી સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp