- Kutchh
- પાવાગઢમાં આટલા દિવસ માટે ફરી રોપ-વે બંધ
પાવાગઢમાં આટલા દિવસ માટે ફરી રોપ-વે બંધ
પાવાગઢમાં મેન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. અગાઉ પવનની ગતિ તેજ થતા રોપ-વે બંધ રહ્યો હતો ત્યારે ફરી એકવાર રોપ-વે 16થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવામાં આવશે. જેથી આ દિવસો દરમિયાન યાત્રિકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર ખાતે આવતી કાલથી આ રોપ-વેની સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગિરીના કારણે આ સેવા બંધ રાખવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢના દર્શન માટે રોપ-વેનો સતત ઉપયોગ થતો હોવાથી રોપ-વે કંપની વાર્ષિક અને અર્ધવાર્ષિક મેન્ટેનન્સ કરતી હોય છે ત્યારે આ કારણથી બંધ રાખવામાં આવશે.

આથી પાવાગઢ આવતા ભક્તોને મંદિરે પહોંચવા માટે આ કારણથી સીડીના સહારે મંદિર સુધી પહોંચવું પડશે. ખાસ કરીને બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે આ સેવા ખૂબ કામ આવે છે. જો કે ફરીથી 21 જાન્યુઆરી બાદ રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનો રોપ-વે 5 જાન્યુઆરીએ ભારે પવનને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવનને કારણે રોપ-વે મેનેજમેન્ટે પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે રોપ-વે સેવા થોડો સમય બંધ રહેતા મુસાફરો હેરાન થયા હતા.

