કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર

કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી 400 મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા છે.

સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં કચ્છી એમ્બ્રોઈડરી વર્કથી બનેલી વસ્તુઓના વેચાણ માટે સુરત આવેલા ગોમતીબેન આહિર હસ્તકલાથી શિક્ષિત કે નોકરિયાત વર્ગ કરતા પણ વધુ કમાણી કરે છે. તેઓ અનેક ચીજ વસ્તુ બનાવી કચ્છ જિલ્લાના છેવાડાના ભુજ તાલુકાના જિકડી ગામમાં રહેતા ગોમતીબેન આહિર આજથી 15 વર્ષ પહેલા તેમના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયા હતા. પછાત વિસ્તારમાં વર્ષો પહેલા મહિલાઓને શિક્ષણ માટે કોઈ પ્રોત્સાહન મળતું ન હતું. જેથી ગોમતીબહેન શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેઓ પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં કઈક કરી છૂટવાની અને સ્વરોજગારી મેળવવાની નેમ સાથે તેમણે હાથવણાટનું કચ્છી એમ્બ્રોઈડરીનું કામ શરૂ કર્યું અને તેના થકી સારી એવી રોજગારી મળવાની શરૂ થઈ હતી.

ગોમતીબેન કહે છે કે, કચ્છી ભરતકામમાં મારા જેવી અન્ય મહિલાઓ પણ રોજગારી મેળવી પગભર બને તે માટે આજુબાજુના ગામની 400 મહિલાઓને પણ કચ્છી એમ્બ્રોઈડરી કલાકારીગરી સાથે જોડી તેમને આ હસ્તકલા શીખવાડી છે. આજે તેઓ સ્વરોજગાર થકી મહિને અંદાજે રૂ.6 થી 7 હજાર રોજગારી મેળવતી થઈ છે. હાથવણાટ દ્વારા રંગબેરંગી દોરાઓથી કાપડ પર સુંદર કલા કારીગરીની દેશમાં જ નહીં, પણ પરદેશમાં પણ કદર થવા લાગી છે તેનો આનંદ છે. દેશવિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છી એમ્બ્રોઈડરીમાંથી બનાવેલી વસ્તુની ખરીદી કરવા ગામમાં આવે છે.

ગોમતીબહેન કહે છે કે, મેં 10 મહિલાઓ સાથે વ્યવસાયની શરૂઆત કરી હતી. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધ્યા. ધીમે ધીમે અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ પણ અમારી સાથે જોડાતી ગઈ અને કુલ આંકડો વધીને 400 મહિલાઓ સુધી પહોંચ્યો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ મહિલા સ્વસહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ અંતર્ગત યોજાતા વિવિધ મેળાઓ, એક્ઝિબિશનોમાં સ્ટોલ ફાળવણી અને જરૂરી સહાય કરી પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ, ગોમતીબેન ભણતરના સ્થાને ગણતરથી પ્રગતિ કરી મહિલાઓને પ્રેરણા આપી રહ્યા છે. તેઓ ભલે શિક્ષિત નથી, પરંતુ તેમની કલા બોલે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.