જૂનાગઢના શેરનાથ મહારાજે મહાકુંભમાં અદાણીના સેવાકાર્યો બિરદાવ્યા

ગુજરાતના જૂનાગઢ સ્થિત ગિરનારના ગોરક્ષનાથ આશ્રમના અનંત વિભૂષિત મહંત પીર શેરનાથ મહારાજે મહાકુંભમાં ચાલી રહેલા અદાણી જૂથના પ્રયાસોને બિરદાવ્યા છે. સંગમનગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં થઈ રહેલા વિવિધ સેવા કાર્યોની પ્રશંસા કરતા તેમણે ખાસ કરીને અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની ભારોભાર પ્રશંસા કરી તેમને અભિનંદન આપ્યા હતા.
ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત યોગી પીર શેરનાથ મહારાજે જણાવ્યું હતું કે મહાકુંભ ફક્ત ધાર્મિક હેતુઓ માટે જ આયોજિત નથી થતો પરંતુ તે સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને જન કલ્યાણ માટે હોય છે. આ ખાસ પ્રસંગે તેમણે અદાણી ગ્રુપ દ્વારા ભક્તો માટે ચલાવવામાં આવી રહેલી મહાપ્રસાદ વિતરણ સેવાના વખાણ કરતા કહ્યું હતું કે “ આ એક પ્રશંસનીય પહેલ છે અને એ તેમના સ્વભાવને દર્શાવે છે. લાખો ભક્તો આ સેવાથી સંતુષ્ટ થઈ રહ્યા છે અને તેનું સામાજિક મહત્વ ખૂબ જ છે. મેળા સમિતિ વતી, હું આ કાર્ય માટે અદાણી જૂથ અને તેમની ટીમનો આભાર માનું છું”.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અદાણી ગ્રુપ અને ઇસ્કોનના સહયોગથી ચલાવવામાં આવી રહેલા મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમમાં દરરોજ લાખો ભક્તો ભાગ લઈ રહ્યા છે. આ સેવા સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહી છે અને ભક્તોને સ્વચ્છ, સસ્તું અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આવા કાર્યો સમાજમાં સહકાર અને સમર્પણની ભાવના વધારે છે”. તેમણે આ પ્રશંસનીય કાર્ય માટે અદાણી ગ્રુપને શુભેચ્છાઓ પાઠવી હતી.
મેળા સમિતિ વતી મહંત પીર શેરનાથ મહારાજે અદાણી ગ્રુપ અને તેના તમામ સભ્યોનો આભાર માન્યો અને તેમના સેવા કાર્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ઉમદા કાર્ય આવનારી પેઢી માટે પ્રેરણાદાયક તો છે જ, પરંતુ તે સમાજમાં માનવતા, સેવા અને બલિદાનની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. સુપ્રસિદ્ધ નાથ સંપ્રદાયના ગોરખનાથ આશ્રમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બાલકનાથ તેમજ અનેક મહાત્માઓ સાથે સંકળાયેલો છે. દેશ-વિદેશની અનેક વિભૂતિઓ કુંભનગરીમાં સ્થિત ગોરક્ષનાથ અખાડાની મુલાકાત લઈ શ્રદ્ધાથી શીશ ઝૂકાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp