અમદાવાદમાં કૂતરાઓનો ત્રાસ વધ્યો, 2022મા કૂતરા કરડવાના આટલા કેસ નોંધાયા

PC: khabarchhe.com

અમદાવાદ શહેરમાં 2022માં કૂતરા કરડવાના 58,668 કેસ નોંધાયા છે, જે 2021માં નોંધાયેલી સંખ્યા કરતાં 7,457 વધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેટા અનુસાર, 2022માં સૌથી વધુ કરડવાના કેસ ડિસેમ્બરમાં નોંધાયા હતા, જ્યારે હોસ્પિટલો અને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં 5,880 કેસ નોંધાયા હતા.

AMCના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે પાછલા વર્ષોની સરખામણીએ 2020-2021ના સમયગાળામાં કૂતરા કરડવાના બનાવોમાં ઘટાડો થયો છે. ડેટા દર્શાવે છે કે 2019માં, હોસ્પિટલો અને UHCમાં શહેરમાં કૂતરાના કરડવાના 65,881 કેસ નોંધાયા હતા, જે 2020માં ઘટીને 51,244 અને 2021માં 50,668 થયા હતા.

AMC અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જો કે, અગાઉના બે વર્ષની સરખામણીમાં 2022 સામાન્ય વર્ષ હતું, અને કૂતરા કરડવાના કેસમાં વધારો થયો છે.’ તેમ છતાં, તેમણે ઉમેર્યું હતું કે 2022નો આંકડો હજુ પણ 2019ના આંકડા કરતાં ઓછો છે.

નાગરિક સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવેમ્બર-ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન દર વર્ષે કૂતરાના કરડવાની સૌથી વધુ સંખ્યા નોંધાય છે કારણ કે માદાઓ આ સિઝનમાં જન્મ આપે છે અને કૂતરાઓ તેમના બચ્ચાને બચાવવા માટે વધુ આક્રમક હોય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોએ હડકવાથી બચવા માટેની રસી વિશે વધુ જાગૃત રહેવાની પણ જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp