PM મોદીએ ખેલ મહાકુંભ શરૂ કર્યો ત્યારથી વિશિષ્ટ પ્રતિભાઓ પ્રાપ્ત થઇ છેઃ ઇશ્વરસિંહ

ગુજરાત સરકારે જણાવ્યું કે, ભરૂચ શહેર અને જિલ્લામાં રમત ગમત અને ખેલકૂદના વાતાવરણ નિર્માણ કરવા, રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓ- યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના હેતુસર તપોવન સંસ્કાર કેન્દ્ર- ભરૂચ દ્વારા 'તપોવન સ્પોર્ટ્સ એકેડમી' શરૂ કરવામાં આવેલ છે જેમાં લોન ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટિંગ રિંગ માટેના નવનિર્મિત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે લોન ટેનીસ રમત રમીને ઉદધાટન કર્યું હતું.

આ વેળાએ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2010 પહેલાની રમતમાં ગુજરાતનું ક્યાંય નામ ન હતું પરંતુ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત થતાં ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઇ છે. શહેર અને જિલ્લાની શાળાઓના બાળકો માટે આ મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.

તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે ખેલ મહાકુંભ શરૂ કરેલ ત્યારથી ગુજરાતને ખેલ મહાકુંભ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભાઓ પ્રાપ્ત થઇ છે. તેમણે ડાંગ જેવા વિસ્તારમાંથી સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત જેવા રમતવીરોએ ઓલિમ્પિક સુધી પહોંચી. ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગુજરાતની બહેનો જાય છે એ ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે.

ભરૂચ જિલ્લાના રમતવીરો માટે ખુશીના સમાચાર આપતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ હોવું જોઈએ જેનાથી જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. કોસમડી ખાતે 15 એકર જમીનમાં 50 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ ઉભું કરવામાં આવનાર છે જેનાથી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રમતગમત ક્ષેત્રે આગળ આવી શકશે.

તેમણે તપોવન સંકુલના સંચાલકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં તપોવન સંકુલમાં કુદરતી વાતાવરણનું સર્જન થાય છે જેમાં બાળકો રમત ગમત પ્રવૃત્તિઓમાં આગળ આવી ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. પ્રારંભમાં સંસ્થાના નિયામક જાગૃતિબેને સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાનો પરિચય આપ્યો હતો. તપોવનના પ્રમુખ દિનેશ પંડયાએ તપોવનના ઉદે્શોને કાર્યાન્વિત કરવા ડીએલએસએસ શાળા અને સ્પોર્ટસ એકેડેમીનો લાભ વિધાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં લે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, નાયબ કલેક્ટર પ્રજાપતિ, ભરૂચ ડી. મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હરીશ જોષી, જીએનએફસી-નારદેશના પંકજ સનાદે,જિલ્લા રમત ગમત અધિકારી વિરલ દેસાઇ, શાસાનાધિકારી નિશાંત દવે,અને રમત ગમતના સિનિયર કોચ તેમજ મહાનુભાવો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.