શ્રી ઘનશ્યામ લાઈવ કેકના સંજયભાઇને india's world recordમાં સ્થાન
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડીનો અભ્યાસ કરી અને સુરતની અંદર લોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈએ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.
સંજયભાઇએ નક્કી કર્યું કે 1 થી 5 વર્ષની દીકરીના જન્મદિવસ પર તેઓ તેમને ફ્રી કેક વિતરણ કરશે. તેમણે સુરત અને સૌરાષ્ટ્રમાં પોતાની 10 કરતા વધુ બ્રાન્ચ શરૂ કરી દીધી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ સંજયભાઇના આ કામને બિરદાવી ચૂક્યા છે. આ વર્ષે 8000 કિલો કેક એટલે કે 16000 દીકરીઓને ફ્રી કેક આપવામાં આવી હતી. આ અનોખી સિદ્વિ માટે સંજયભાઇ અને તેમની શ્રી ઘનશ્યામ લાઇવ કેકને indias world recordમાં સ્થાન મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp