શ્રી શ્રી રવિશંકર 12 અને 13 માર્ચે સુરતમાં

PC: Khabarchhe.com

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફથી હીરલ દેસાઈ અને યશેસ સ્વામીએ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનિયાના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરીએ વધુમા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાથી લોકો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp