અમદાવાદ એરપોર્ટ પર ‘સુપર સન્ડે’: મુસાફરોની અવરજવર ઓલટાઈમ હાઈ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.  12મી ફેબ્રુઆરી 2023ના રોજ SVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોની મુસાફરીનો રેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટે પર 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સેવા પૂરી પાડી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. SVPI એરપોર્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સાથે મુસાફરોને સીમલેસ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં SVPI એરપોર્ટ પર મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે અનેક માળખાકીય સુવિધાઓ અને સેવાઓમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર વૉકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓના કારણે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં સીમલેસ મુસાફરી કરી શકે છે.

તાજેતરમાં ટર્મિનલ ગેટથી ઝડપી પ્રવેશ માટે ડિજિટલ બારકોડ સ્કેનર્સ મૂકવામાં આવ્યા છે તથા વધારાના બેલ્ટ ધરાવતો વિશાળ અરાઇવલ હોલ, અપગ્રેડ Zચેક-ઇન સિસ્ટમ, SHA પૂર્વેનો વિસ્તાર, એક્સ-રે મશીનોમાં વધારો અને સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉમેરવામાં આવ્યા છે. વળી ડોમેસ્ટિક ટર્મિનલ પર બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરી તેની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં આવી છે. એટલું જ નહી, વધુ ક્ષમતા અને કાર્યક્ષમતા સાથે સુરક્ષા હોલ્ડ વિસ્તાર ટૂંક સમયમાં જ કાર્યરત થશે.

વિવિધ શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સમાં અવરજવર કરનાર 37696 મુસાફરો પૈકી 31688 સ્થાનિક જ્યારે 6008 આંતરરાષ્ટ્રીય હતા. સમર્પિત જનરલ એવીએશન ટર્મિનલને કારણે છેલ્લા એક જ વર્ષમાં નોન-શેડ્યૂલ ફ્લાઇટ મૂવમેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ જનારાઓમાં દુબઈ, કુવૈત અને અબુ ધાબીનો સામાવેશ થાય છે. દરમિયાન, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ ટોચના ત્રણ સ્થાનિક સ્થળો છે. SVPIA 33 સ્થાનિક અને 15 આંતરરાષ્ટ્રીય સ્થળોના નેટલર્ક સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ફૂટપ્રિન્ટમાં સુધારો-વધારો કરવાનું ચાલુ રાખશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.