26th January selfie contest

સુરત: રત્નકલાકાર પતિને ફોનમાં અશ્લીલ વીડિયો જોતા પત્નીએ રોક્યો તો જીવતી સળગાવી

PC: twitter.com

સુરતથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એક પતિને અશ્લીલ વીડિયો જોતા પત્નીએ રોક્યો તો પતિએ ઝઘડો કરી પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે. આ મામલે ચોક બજાર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધ્રુવતારક સોસાયટીમાં કિશોર પટેલ તેમની પત્ની કાજલ મિશ્રા સાથે રહે છે. કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો, જ્યારે મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. માહિતી મુજબ, બંને વચ્ચે લગ્ન જીવનમાં વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન રસોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ કાજલે તેના પતિ કિશોરને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો જોતો રોક્યો હતો.

બીજા દિવસે કાજલને છાતીમાં દુ:ખાવો ઉપડતા પતિને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. આથી, પતિ ઉશ્કેરાયો હતો અને બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી પત્ની પર છાંટી આગ ચાંપી હતી. ત્યાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીને પતિ હોસ્પિટલ લઈ આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ મામલે જાણ થતા ચોકબજાર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp