પોલીસ-લોકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરતા સુરત પોલીસ કમિશનર

PC: khabarchhe.com

પી.સી.આરનું અસરકારક પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થામાં અસરકારક ભૂમિકા, સતર્કતા સાથે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે વધુ અસરકારકતા લાવી પોલીસ અને લોકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બની શકે એ માટે સર્વિસ ડિલિવર્ડ થઇ શકે એ હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરના થાણા અધિકારીઓ, ડી સ્ટાફ પો.સ.ઈ, પી.સી.આરના ઇન્ચાર્જ માટે રેડિયન્ટ સ્કૂલ ખાતે એક તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું.

આ તાલીમ વર્ગમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પી.સી.આર અને બાઇક પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવી કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે નાગરિકોના પ્રશ્નો અને મૂંઝવણોને ત્વરિત અને સંવેદનશીલ રીતે નિરાકરણ આવે એ પ્રમાણે પરિણામલક્ષી કામગીરી કરવા પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે ડી.સી.પી. ઝોન-5 હર્ષદ મહેતા અને સેક્ટર-2 કે.એન.ડામોર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp