સુરત પોલીસે ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન આપ્યું

PC: twitter.com

સુરત શહેર પોલીસ ' Say No to Drugs' મુહિમ ચલાવીને સુરતમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે અને આખા કનેક્શનને તોડી પાડવામાં સફળ પણ થઈ છે. ત્યારે પોલીસે આ કડક કાર્યવાહી સાથે માનવતા પણ બતાવી છે. ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપીના પિતા ને કફોડી સ્થિતિમાં જોઈ સુરત પોલીસના બે કર્મચારીઓએ એનજીઓની મદદથી તેમનો જીવ બચાવ્યો હતો.

શિયલ ઓપરેશન ગ્રુપએ ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક પપ્પુ વોન્ટેડ જાહેર કરાયો હતો. પપ્પુની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. સચિન પોલીસ ઘરે પહોંચી તો ચોકી ગઈ હતી. કારણ કે ત્યાં માત્ર એક વૃદ્ધ વ્યક્તિ સિવાય કોઈ હતું નહીં. વૃદ્ધ વ્યક્તિના આખા ઘરમાં કીડા ઘૂમી રહ્યા હતાં અને આરોપીના પિતાના શરીર પર પણ કીડાઓ ફરી રહ્યા હતાં.

જેને જોઈ તાત્કાલિક અસરથી સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ દ્વારા સમાજસેવી ધર્મેશ ગામીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો સમયસર સુરત પોલીસના આ બે કર્મચારીઓ આરોપીના પિતા માટે સચેત થયા હોત તો તેમને બચાવવાનું કામ અઘરું થઈ ગયું હોત.એએસઆઇ કિશોર પાટીલે વૃદ્ધ વ્યક્તિની પુત્રીનો પણ સંપર્ક કર્યો હતો તેને સાફસફાઈ તો કરી, પરંતુ પિતાને પોતાના ઘરે લઈ જવાની ના પાડી દીધી હતી.

જેથી NGOનો સંપર્ક કરાયો હતો. NGO ના તરુણ મિશ્રા આરોપીના ઘરે જઈ તેના પિતાને સુરક્ષિત લઈ ગયા હતા અને સારવાર પણ કરાવી હતી. આ અંગે તરુણ મિશ્રા જણાવ્યું હતું કે, અમને સમાજસેવી ધર્મેશ ગામીએ જાણકારી આપી હતી કે ત્યારે અમે તેમના નિવાસ્થાને આવ્યા હતાં. ત્યારે જોયું કે તેમની સ્થિતિ ખૂબ જ કફોડી છે. વૃદ્ધે જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી કશું ખાધું નથી. શરીર પર કીડાઓ પણ પડી ગયા હતા અમે તેમને સુરક્ષિત શેલ્ટર હોમ લઈ જઈ રહ્યા છે.

એએસઆઈ કિશોર પાટીલે જણાવ્યું હતું કે, અમે તપાસ સાથે આરોપીના ઘરે ગયા હતા ત્યારે જોયું કે આરોપીના પિતાની સ્થિતિ ખૂબ જ દયનીય હતીં અમે તેમના અન્ય પરિવારના સભ્ય સાથે પણ સંપર્ક કર્યા હતાં. વૃદ્ધની દીકરીએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ નથી કે તેઓ પિતાને પોતાના ઘરે રાખી શકે. એટલું જ નહીં તેમના શરીર પર કીડાઓ જોઈ અમે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતાં અને આ કારણે અમે એનજીઓ સાથે સંપર્ક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp