સુરત: ફૂટપાથ પર અત્તર વેચતા શખ્સને IT વિભાગે ફટકારી 28 કરોડની નોટિસ

સુરતમાં એક આશ્ચર્યજનક બનાવ બન્યો છે. અહીં, ફૂટપાથ અને મસ્જિદ બહાર લારી મૂકી અત્તરનો વેપાર કરતા એક વેપારી યુવકને IT વિભાગ દ્વારા રૂ. 28 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં યુવકે રૂ.28 કરોડનો માલ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં એક્સપોર્ટ કર્યો હોવાની માહિતી છે. આ નોટિસ બાદ વેપારી યુવક અને તેનો પરિવાર હેબતાઈ ગયો છે. યુવકે નોટિસ મળતાની સાથે જ વકીલનો સંપર્ક કર્યો અને પોતે આવા કોઈ ટ્રાન્ઝેક્શન કે વ્યવહાર કર્યા ના હોવાનું જણાવ્યું છે. જ્યારે બીજી તરફ આ મામલે ક્રિમિનલ પ્રોસિઝર શરૂ કરવામાં આવી હોવાની માહિતી છે.

માહિતી મુજબ, સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઓવૈસ સોપારીવાલા ફૂટપાથ અને મસ્જિદ બહાર લારી મૂકીને અત્તરનું વેચાણ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોહમ્મદ ઓવૈસ સોપારીવાલા ત્યારે ચોંકી ગયા જ્યારે IT વિભાગથી તેમને રૂ. 28 કરોડની નોટિસ ફટકારવામાં આવી. આ નોટિસ બાદ તેમણે વકીલનો સંપર્ક કર્યો. આ મામલે મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાએ જણાવ્યું કે તેમને આ નોટિસ લગભગ 15 દિવસ પહેલા મળી છે. અત્તરનો વેપાર કરી મહિને માત્ર રૂ.12થી 15 હજાર સુધીની આવક છે. પરંતુ IT વિભાગ દ્વારા રૂ.28 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે.

આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, વર્ષ 2018માં પૈસાની જરૂર હોવાથી લોન લેવા માટે યુનુસ ચક્કીવાલા સાથે સંપર્ક થયો હતો અને તેણે રૂ. 50 હજારની લોન અપાવવા માટે તેમના ડોક્યૂમેન્ટ્સ લીધા હતા. આ ડોક્યૂમેન્ટસનો દૂરુપયોગ થયો હોવાની તેમને આશંકા છે. બીજી તરફ વકીલે જણાવ્યું કે, IT વિભાગની નોટિસ મુજબ, મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનમાં રૂ. 28 કરોડનો માલ એક્સપોર્ટ કર્યો છે. પરંતુ, કયો માલ એક્સપોર્ટ કર્યો તે અંગે ઉલ્લેખ કરાયો નથી. હાલ આ મામલે ક્રિમિનલ પ્રોસેસ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, અગાઉ જીએસટી વિભાગ દ્વારા મોહમ્મદ ઓવૈસ સોપારીવાલાને નોટિસ ફટકારવામાં આવી હતી, જેનો તેમણે ખુલાસો આપવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.