ચાંપાનેર દરગાહ તોડવા સમયે થયેલા કોમી રમખાણ કેસમાં કોર્ટ 18 આરોપીને છોડી મૂક્યા

ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસમાં આજે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. માહિતી મુજબ, કોર્ટે 18 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈ કે, તાજેતરમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરા શહેરના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ગતરોજ તેમણે વિધાનસભામાં ચાંપાનેર દરગાહની જગ્યા પર મૂકાયેલા પોલીસ વાહનો હટાવી લેવા માટે રજૂઆત પણ કરી હતી.

જણાવી દઈએ કે, વર્ષ 2006માં ડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંપાનેર દરવાજા પાસેની દરગાહના દબાણ હટાવવા બાબતે હિન્દુ-મુસ્લિમ કોમના ટોળાએ આમને-સામને પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ કર્મી સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે નવાપુરા પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી રાઇટીંગ પ્રોપર્ટી ડેમેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કોર્ટ કેસની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર હવે આ મામલે કોર્ટે મોટો નિર્ણય લીધો છે.

માહિતી મુજબ, આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલ અને સાક્ષી-પુરાવાની ચકાસણી બાદ 24મા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બકુલભાઈ વિ. વસાવાએ નોંધ્યું હતું કે, જે તે સમયે આરોપીઓએ મંડળી બનાવી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોય તેવું રજૂ કરાયેલા સાક્ષીઓ અને પુરાવાથી સ્પષ્ટ થતું નથી.

કોર્ટે નોંધ્યું કે, પથ્થરમારો થયો તે હકીકતો પણ પુરવાર થતી નથી. માત્ર પોલીસની જુબાનીના આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહીં. આ કેસમાં આરોપી તરીકે યાકુબ હુસેન ઉર્ફે બાબુ હજામ ખલીફા, રસુલ ઉર્ફે લઠ્ઠો પઠાણ, અખ્તીયાર ખાન ઉર્ફે લુલ પઠાણ, પિન્ટુ ખારવા, રજનીકાંત ઉર્ફે મુન્નો ખારવા, રાજેશ ઉર્ફે ધોબી લુનકર, રાજેશ ઉર્ફે બટકો ચૌધરી, જિગ્નેશ ખુટવડ, સુનિલ ઉર્ફે કાલુ ખારવા, અરુણ ખારવા, બંટી ખારવા, સુનિલ કહાર, સુનિલ ઉર્ફે ગેડીયો ધાડગે અને ગૌતમ ધાડગે (તમામ રહે- વડોદરા)નો સમાવેશ થાય છે. જ્યારે ઈસ્માઈલ શેખ તથા લોમેશ ખારવા હાલ હયાત નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.