સાસુ, જેઠ અને જેઠાણીએ ઘરેલું હિંસા કેસમાંથી નામ કાઢવાની અરજી કરી તો કોર્ટ નકારી

PC: jagran.com

કાવ્યા અગ્રવાલ કે જે સુરત ખાતે રહેતા હતા. તેઓના લગ્ન પંજાબ ખાતે રહેતા વિજય અગ્રવાલ સાથે થયા હતા.(બંને પક્ષકારોના નામ બદલેલ છે) લગ્નજીવન થકી સંતાનમાં 2 પુત્રીઓ હતી. જે અરજદાર માતા સાથે રહેતી હતી.

અરજદાર સાથે નાની નાની બાબતે સાસરી પક્ષ ઝઘડો કરતા હતા. જેથી 2019માં પત્ની તેની 2 પુત્રીઓ સાથે પિયરે રહેવા માટે આવી ગઇ હતી. સુરત આવી તેમણે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી દ્વારા ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.

કેસ દાખલ થયા બાદ સાસુ, જેઠ તથા જેઠાણી દ્વારા કોર્ટમાં તેઓના પક્ષકાર તરીકે નામ કાઢી નાખવા માટેની અરજી કરી હતી. તેનો અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી દ્વારા વિરોધ કરાયો હતો. કોર્ટ દ્વારા અરજદાર પત્ની તરફે રજૂઆતો અને દલીલો સાંભળી સાસુ, જેઠ અને જેઠાણીની અરજી રદ કરતો હુકમ કર્યો હતો. અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp