26th January selfie contest

સુરતના રત્નકલાકારને ફ્લેટ પર બોલાવી યુવતીએ અશ્લીલ ફોટા-વીડિયો બનાવી 5 લાખ માગ્યા

PC: khabarchhe.com

સુરતમાં ફરી એક વાર હનીટ્રેપની ઘટના બની છે. મહિલા સહિત 5 જણાંની ટોળકીએ મહિધરપુરામાં રહેતા રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી રૂ.70 હજારની રકમ પડાવી હતી. આ મામલે રત્નકલાકારે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે કાર્યવાહી કરી ઠગ ટોળકીને પકડી પાડી છે. પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, મહિધરપુરામાં રહેતા રત્નકલાકાર છ મહિના પહેલા પત્ની સાથે પલસાણાથી ઘરે આવતા હતા. દરમિયાન એક પેટ્રોલ પંપ પર આરોપીએ પેટ્રોલ આપીને મોબાઇલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ આરોપી જિતુએ રત્નકલાકારને ફોન કરી મળવા બોલાવ્યા હતા. જો કે, પહેલા રત્નકલાકારે ના પાડી હતી, પરંતુ વારંવાર ફોન આવતા તેઓ ઉધના ખાતે મળવા ગયા હતા. જ્યાં આરોપી જિતુ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં 8માં માળે તેનું ફ્લેટ છે તેમ કહી ચા-પાણીના બહાને લઈ ગયો હતો.

ફ્લેટમાં ગયા બાદ જિતુએ દરવાજો બંધ કર્યો હતો. ફ્લેટમાં એક યુવતી પણ હતી. ત્યાર બાદ અચાનક ફ્લેટમાં 4 અન્ય લોકો આવ્યા જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી હતી. દરમિયાન બે ઈસમોએ રત્નકલાકારના હાથમાં હથકડી બાંધી બેડ પર પાડી દીધા હતા અને પછી યુવતી સાથે અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી બ્લેકમેલ કરી રૂ. 5 લાખની માગ કરી હતી. જો કે, 2 લાખ નક્કી કરી માર પણ માર્યો હતો. મિત્ર પાસે રૂપિયા માંગવા માટે રત્નકલાકારને દબાણ કર્યું હતું. મિત્ર પાસેથી રૂ.50 હજાર અને પત્નીના ક્રેડિટ કાર્ડથી રૂ.18,999 ડેબિટ કરાવ્યા હતા. આ મામલે રત્નકલાકારે પોલીસ ફરિયાદ કરતા ઉધના પોલીસે કાર્યવાહી કરી આરોપી જિતુ ઉર્ફે જિતેન્દ્ર શર્મા, રાજેશ ઉર્ફે રાજ પાટીલ, સુનિલ સૂર્યવંશી, જગેશ્વર ઉર્ફે રાજા ચૌધરી અને સૂમા મિનાજ મહેબૂબ શેખની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp