સી પ્લેન પાછળ સરકારે 13 કરોડ ખર્ચ્યા, છેલ્લે 2021મા ઉડેલું

PC: khabarchhe.com

સી પ્લેન પાછળ સરકારે અત્યાર સુઘીમાં સરકારે 13 કરોડ 15 લાખ 6,737 રુપિયાનો ખર્ચ કર્યો છે. સી પ્લેનની સેવા 31 ઓક્ટોબર 2020માં શરુ કરાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં આ મામલે સવાલ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી આ મામલે જવાબ રજૂ કરાયો હતો.

અમદાવાદથી કેવડીયા સુધી સાબરમતી નદી પર સી પ્લેન બે વખત ચાલું થયા બાદ બંધ થયું હતું. અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન યોજના 10 એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી હતી. તે પછી પ્લેન ફરી ક્યારેય ઉડ્યું નહીં. મેન્ટેનન્સમાં ગયેલું પ્લેન પાછું નથી આવ્યું. સરકારે કહ્યું કે સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ હોવાથી તેના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો.

પ્લેન પાછળ ખર્ચ

વર્ષ 2021માં પ્લેન પાછળ 4 કરોડ 18 લાખ 96 હજાર 256 રૂપિયાનો ખર્ચ

2022માં 4 કરોડ 90 લાખ 97 હજાર 742 રૂપિયાનો ખર્ચ

હેલિકોપ્ટર

- વર્ષ 2021માં સરકારે હેલિકોપ્ટર પાછળ 4 કરોડ 1 લાખ 41 હજાર 143 રૂપિયાનો ખર્ચ કર્યો

- વર્ષ 2022માં 4 કરોડ 59 લાખ 85 હજાર 543 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

એરો પ્લેન પાછળ થયેલો ખર્ચ

2021માં જેટ એરોપ્લેન પાછળ 11 કરોડ 24 લાખ 11 હજાર 742 ખર્ચ

2022માં 12 કરોડ 81 લાખ 80 હજાર 89

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp