
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના દલપુર પાસે વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં પાછળથી આવતી કાર ચાલકે આગળજતી વરરાજાની કારને ટક્કર મારતા વરરાજાની કાર પલ્ટી ખાઇ ગઇ હતી. અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના દલપુર પાસે આવેલા HPના પેટ્રોલપંપ પાસે અમદાવાદ તરફથી હિંમતનગર બાજુ જતી વરરાજાની કારને પાછળથી આવતી કાર ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી આગળ જઇ રહેલા વરરાજાની કારને ટક્કર મારતા આગળ જતી વરરાજાની કાર પલ્ટી ખાઇ ગઇ હતી.
Gujarat Viral Video : વરરાજાની કારના અકસ્માતના CCTV #Sabarkantha માં વરરાજાની કારને અકસ્માત
— Gujarat First (@GujaratFirst) February 16, 2023
ધનસુરાના દલપુર પાસે વરરાજાની કાર પલટી
કારનું ટાયર ફટતા અકસ્માત,3 લોકોને બચાવ
સામાન્ય ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા#marriage #groom #accident #cctv #gujaratviralvideo #gujaratfirst pic.twitter.com/ENeyOCxsNo
અકસ્માતને લઈને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર વરરાજા સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી, તેમને બહાર કાઢ્યા હતા. વરરાજા સહિત ઈજાગ્રસ્તોને હિંમતનગર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના પાસે આવેલા HP ના પેટ્રોલપંપ ઉપર લાગેલ સીસીટીવી કેમેરામાં કેન્દ્ર થઈ હતી.
વરરાજો અમદાવાદથી ઈડર ખાતે પરણવા માટે જઈ રહ્યો હતો અને તે દરમ્યાન એક ઝડપથી આવતી કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ જતી વરરાજાની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં બન્ને કારનો કુચડો થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp