55 દિવસથી જેલમાં બંધ દેવાયતને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

PC: khabarchhe.com

55 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. લોકગાયક દેવાયત ખવડે નિયમિત જામીન અરજી કરી હતી ત્યારે હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દેતા દેવાયતને વધુ સમય જેલમાં રહેવું પડશે જેથી દેવાયતની મુશ્કેલીમાં વધારો થયો છે.

જો કે, હાઈકોર્ટે કહ્યું હતું કે, ચાર્જશીટ બાદ ફરી અરજી કરી શકે છે તેવી છૂટ હાઇકોર્ટે આપી છે. દેવાયત ખવડનો જેલવાસ ફરી લંબાવાયો છે. જો કે, પોલીસની ચાર્જસીટ બાદ ફરી જામીન અરજી કરશે. રાજકોટમાં મયુરસિંહ પર હુમલો અને હત્યાના કેસમાં જામીન અરજી કરી હતી. દેવાયત ખવડે હુમલો કરી ફરાર થઈ જતા પીએમઓ સુધી મયુરસિંહના પરીવારજનોએ અરજી કરી હતી ત્યારે લોકગાયક દેવાયત પોલીસ સમક્ષ હાજર થયા હતા. અગાઉ સેશન્સ કોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. ત્યારે પણ આ અરજી ગ્રાહ્ય ના રાખતા ઉત્તરાયણ પણ જેલમાં જ કરવી પડી હતી.

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામના યુવક પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.આ મામલે કોર્ટ આગામી દિવસોમાં સુનાવણી કરશે. દેવાયત ખવડ વતી એડવોકેટે આગોતરા જામીન અરજી કરી હતી.

દેવાયત ખવડ અને તેના સાગરીત એ પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મયુરસિંહ રાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. મયુરસિંહનો દેવાયત સાથે અવારનવાર ઝઘડોઓ થતા હતા. મયુરસિંહે પોલીસ કમિશનરને પણ અરજી અગાઉ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp