પતિએ વચગાળાના માસિક રૂપિયા 8 હજાર ચૂકવવા પડશે

PC: zeenews.india.com

કેસની વિગત મુજબ અરજદાર પત્ની આશા બોરડ જે સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન હિતેશ બોરડ (પક્ષકારોના નામ બદલેલ છે) સાથે થયા હતા. બંને પક્ષકારોને સંતાનમાં એક પુત્રી હતી. જે હાલ માતા પાસે છે. સાસરી પક્ષના નાની નાની વાતે ઝઘડો કરી ગાળો આપતા હતા. અરજદાર પત્ની પિયરે આવ્યા બાદ સાસરી પક્ષ તરફથી કોઇ સંપર્ક કરાયો ન હતો. પુત્રીનો જન્મ થયા બાદ પણ કોઇ તેડી ગયા ન હતા. જેથી અરજદાર પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટેની અરજી કરી હતી. જે અરજી ચાલી જતા ફેમીલી કોર્ટે કહ્યું કે આર્થિક તંગીના કારણે પત્ની અને બાળકો ઉપર નકારાત્મક અસર ન થવી જોઇએ તે ભરણપોષણનો મુખ્ય હેતુ છે. તેવું અર્થઘટન કરી અરજદાર પત્નીને તથા પુત્રીને માસિક રૂપિયા 8 હજાર વચગાળાના ચુકવવાનો હુકમ કર્યો હતો.
અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા તૃપ્તી ઠક્કરે દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp