જૂનાગઢમાં મેસેજ વાયરલ થયો કે ડાયનાસોરના 2 બચ્ચા, 3 ઈંડા મળ્યા છે પછી શું...

PC: khabarchhe.com

જૂનાગઢના ગિરનાર જંગલમાં વિલ્ડીંગડન ડેમ પાસે ડાયનાસોરના બે બચ્ચા અને ત્રણ ઈંડા મળી આવ્યા હોવાથી સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યાનો તેમજ લોકોને અવર-જવર પર પ્રતિબંધ મૂક્યાના વાયરલ મેસેજથી જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતને ધંધે લાગ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ અને આગેવાનોને ફોનની ઘંટડીઓ બંધ થતી ન હતી પરંતુ અંતે એક એપ્રિલ હોવાથી આ સમાચાર એપ્રિલ ફૂલ હોવાનું સામે આવતા રમૂજ વ્યાપી હતી.

ડાયનાસોરની પ્રજાતિ નાબૂદ થઈ ગઈ તેને પણ સદીઓ થઈ ગઈ છે તારીખ 1 એપ્રિલ હોવાથી જૂનાગઢમાંથી મેસેજ વાયરલ થયો કે વિલ્ડીંગડન ડેમ પાસે ડાયનાસોરના બે બચ્ચા મળી આવ્યા છે જેના કારણે વિલ્ડીંગડન ડેમ આસપાસનો તમામ વિસ્તાર કોર્ડન કરી લોકોને અવરજવર પર મનાઈ ફરમાવી દેવામાં આવી અને ડાયનાસોરના બે બચ્ચાની સાથે ત્રણ ઈંડા પણ મળી આવ્યા હોય અને ત્રણેય ઈંડાની જીયોગ્રાફિક એફએસએલમાં મોકલવામાં આવ્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સવારથી મેસેજ વાયરલ થતા થોડીવારમાં સેંકડો લોકો સુધી પહોંચી જતા જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાએ લોકો આ સમાચાર જોઈ વિલિંગડન ડેમે પહોંચ્યા હતા ટ્રેકિંગ કરવા ગયેલા યુવક યુવતીઓને તેના વાલીઓએ પરત બોલાવી લીધા હતા.કેટલાય વાલીઓ તેમના સંતાનોને તેડવા રૂબરૂ પણ દોડી ગયા હતા. આ મેસેજ જેમ જેમ વાયરલ થયો તેમ જૂનાગઢમાં તેની ચર્ચાએ જોર પકડ્યું હતું મેસેજ જોઈ કેટલાય વાલીઓ પોતાના સંતાનોને શાળાએથી પણ પરત ઘરે લઈ આવ્યા હતા મેસેજથી જૂનાગઢના લોકો જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓને પણ લોકોએ ધંધે લગાડી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વનવિભાગના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી લોકો સતત આ અંગે પ્રુછા કરી રહ્યા હતા વનવિભાગના અધિકારીઓ પણ લોકોને જવાબ આપી થાકી ગયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp