અમદાવાદ ખાતે સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા સાથે રાઇટ સર્કલનું આયોજન
કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.
સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે સંચાલન કર્યું હતું. જેમાં લેખિકા રચના બિષ્ટ રાવત કે જેમને ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખી છે અને હાલમાં જ તેમનું બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ પુસ્તક પ્રકાશિત થયું છે. આકૃતિ પેરિવાલે રચના બિષ્ટ રાવત સાથે આ પુસ્તક વિશે ચર્ચા કરી હતી. રચના બિષ્ટ રાવતે ચર્ચા દરમિયાન બિપીન રાવતના પ્રેરણાદાયી જીવન અને કારકિર્દી વિશે અને પોતે લેખક તરીકે કરેલા અનુભવને સૌની સમક્ષ મૂક્યા હતાં, જે સાંભળીને સૌ સ્ત્રોતા મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન અતિથિઓ વચ્ચે સામાજિક વિષય પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં સ્ત્રોતાઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો. અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp