26th January selfie contest

નવસારી વિસ્તારમાં આગળ વધી રહ્યો છે દરીયો, જમીન ગળી રહ્યો છે દરીયો

PC: Khabarchhe.com

નવસારી વિસ્તારમાં દરીયાના પાણી આગળ વધતા ઘેરી ચિંતા કાંઠા વિસ્તારના લોકોની છે તેમાં પણ કેટલાક ગામો કાંઠાના હોવાથી તેમને વધુ મુશ્કેલી પડી રહી છે. દરીયો જમીન ગળી રહ્યો હોવાથી ગ્રામજનોની ચિંતા પણ વધી છે.

ઓંજલ ગામમાં એક કિમી દરીયાના પાણી આગળ વધ્યા છે આ સિવાય અન્ય ગામોમાં પણ આ મુશ્કેલી સર્જાઈ છે. પ્રોટેક્શન વોલ બનાવવા માંગ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રવાસન વિભાગે ગંભીરતાથી વિચારવાની જરુર છે તેમ સ્થાનિકોની પણ માગ છે. દરીયાના પાણી આગળ વધતા લોકોના ઘરો સુધી પણ આવી રહ્યા છે. જેથી કેટલાક લોકો ઘરોથી આગળ વસવાય માટે પણ જઈ રહ્યા છે.  દરીયાના પાણી આગળ વધતા કોસ્ટલ બેલ્ટમાં પણ ચિંતા વધી રહી છે.

અગાઉ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે ગંભીર ચિંતા કરીટ હતી. ગુજરાત રાજ્ય ના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામ શેષ થવા ની દિશામાં છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્ય નો કાંઠો ખતરામાં છે.

ગુજરાત રાજ્ય ના 1945.6 કિલોમીટર ના દરિયાઈ કાંઠામાં થી 537.5 કિલોમીટર ના દરિયાઈ કાંઠા નું ધોવાણ છે. તેમ કોંગ્રેસ દ્વારા કેટલાકટ ડેટા પણ રજૂ કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp