પુત્રએ માતાને ભરણપોષણના 3 હજાર ચૂકવવા પડશે

PC: businesstoday.in

કેસની વિગત મુજબ અરજદાર માતા(સાવકી) શારદા કોટડીયા કે જે કતારગામ સુરત મુકામે રહેતા આવેલા તેમના લગ્ન 1991માં આશિષ કોટડીયા સવાણી (પક્ષકારોના નામ બદલેલા છે) સાથે થયેલા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્રીનો જન્મ થયેલો.

શારદાબેનના મનોજભાઇ સવાણી સાથે બીજા લગ્ન હતા. મનોજભાઇને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર રાજેશ સવાણી કે જે આ કામના સામાવાળા થતા આવેલા છે તેનો જન્મ થયેલો અને અરજદાર પરીણીતાએ લગ્ન બાદ માતા(સાવકી) તરીકેની તેમની તમામ જવાબદારીઓ નિભાવતા હતા. અરજદાર માતાના પતિનું યાને કે સામાવાળાના પિતાનું માંદગીના કારણે 2013માં અવસાન થયું હતું. અરજદાર માતાએ અવસાન બાદ પુત્રને મોટો કરેલો અને સાથે સાથે પુત્રીને પણ મોટી કરેલી. અરજદાર માતાએ પુત્રને ભણાવેલ ગણાવેલ અને મોટો કરેલો. પતિના યાને કે સામાવાળા પુત્રના પિતાના અવસાન બાદ પુત્રએ માતાની સાથે નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કરેલ. પિતાના બચતના રૂપિયા સામાવાળા પુત્રએ ધીમે ધીમે કરી લઇ લીધેલા અને પુત્ર જે કઇ પણ આવક મેળવતો આવેલો તેમાથી માતાને એક સામાવાળા પુત્ર તેની બહેનની પણ કાળજી દરકાર રાખતા નહી અને પુત્ર માતા અને બહેનને ત્રાસ આપતા આવેલા.

2017માં સામાવાળા પુત્રએ ભાગીને લગ્ન કર્યા બાદ અરજદાર માતાનો ત્યાગ કરી દિધેલો અને અલગ રહેવા જતા રહેલા અને ત્યારબાદ પુત્રએ માતા અને બહેનની કોઇ કાળજી દરકાર રાખેલ નહી કે ભરણપોષણની પણ કોઇ જ જોગવાઇ કરેલી નહી. અરજદાર માતા પાસે આવકનું કોઇ જ સાધન ન હોય સામાવાળા પુત્ર માતાનું ભરણપોષણ ન કરતો હોય અરજદાર માતાએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ભરણપોષણનો કેસ સુરત ફેમીલી કોર્ટમાં દાખલ કરેલો. કેસ ચાલી જતા સુરત ફેમીલી કોર્ટે પુત્રને માસિક રૂપિયા ૩૦૦૦ ભરણપોષણ ચુકવવાનો હુકમ કરેલો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી અને તૃપ્તી ઠકકરે દલીલો કરેલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp