- Gujarat
- સ્ટાર પરિવારે ઉજવ્યો મધર્સ ડે
સ્ટાર પરિવારે ઉજવ્યો મધર્સ ડે
દરેકના જીવનમાં સોમવારથી રવિવાર એમ 7 વાર હોય છે, પરંતુ 8મો વાર એટલે પરિવાર. મામા- માસીના કુટુંબના સુરત – દમણ – મુંબઈ – દુબઈ - અમેરિકા – લંડનમાં રહેતા 130થી પણ વધુ કુટુંબીજનોમાંથી 100 કુટુંબીજનોએ સુરતમાં ભેગા મળીને સુરતમાં મધર્સ ડે ની ઉજવણી કરી હતી. કુલ 35 માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કુટુંબીજનો તમામ 35 માતાઓ માટે 35 ગીફ્ટ લઈને આવ્યા હતા. દરેક માતાને ખબર હતી કે મારે માટે ગીફ્ટ બીજી કોઈ માતા લઈને આવી છે, પરંતુ શા માટે મને આ જ ગીફ્ટ આપવામાં આવી છે તેનો અંદાજ નહોતો. ગીફ્ટ આપવાના સમયે તમારા વ્યક્તિત્વને અનુરૂપ આ ગીફ્ટ આપવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.દરેક માતાનું સન્માન કરતી વખતે તે માતાના તમામ કુટુંબીજનોને મંચ પર ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

નાના બાળકો સહિત પરિવારની દીકરીઓ અને વહુઓ એ પોતાની માતા અથવા સાસુજી વિષે લાગણીસભર વાતો પ્રસ્તુત કરી હતી.

આ ઉપરાંત હાલમાં ધો. 10 અને 12ની પરીક્ષામાં 90% થી વધારે માર્કસ લાવનાર યશસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા. અનેકવિધ રમતોનું આ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું હતું.


