વિદ્યાર્થીએ જન્મદિવસ પર ભિક્ષુકોને ભોજન કરાવ્યું

PC: Khabarchhe.com

ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને ઉત્તર ગુજરાતના અગ્રણી એવા જૈમિશ પટેલ (બોમ્બેવાલા) અને નિકિતા પટેલ (બોમ્બેવાલા) નો 13 વર્ષીય પુત્ર રાજવીર પટેલ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. 25મી મેના રોજ રાજવીરનો જન્મદિવસ હતો અને માતા પિતા સાથે મિત્રો દ્વારા કેક કટિંગ સેલિબ્રેશનની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પણ આ વચ્ચે જ રાજવીરે સૌને ચોંકાવી દીધા. રાજવીરે માતા - પિતાને કહ્યું કે તે કેક કટિંગ સેલિબ્રેશનના બદલે કઈક સમાજ સેવાના કાર્ય થકી જન્મ દિવસની ઉજવણી કરવા માંગે છે.

આમ, રાજવીરે મિત્રો સાથે કેક કટિંગ કરી જન્મ દિવસ ઉજવવાના બદલે તે પરિવાર સાથે ડુમસ રોડ પર એરપોર્ટ સામે આવેલ સાંઇ બાબા મંદિર ખાતે પહોંચ્યો અને અહીં ભગવાનના આશીર્વાદ લઈ 300 જેટલા ભિક્ષુકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી. રાજવીરે જણાવ્યું કે સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી પર કેક કટિંગ ડીજે અને ડાન્સ પાર્ટી પાછળ પૈસા ખર્ચ કરતા હોય છે ત્યારે આ ખર્ચ કરવાના બદલે મને મારા જન્મ દિવસને કોઈ સામાજિક કાર્ય કરીને ઉજવવાનો વિચાર કર્યો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp