વ્યાજખોરોએ 3 લાખના 7.70 લાખ વસૂલીને ખેડૂતનું મકાન લખાવી લીધું
શીલ તાબેના ઝરીયાવાડામાં રહેતા શેરખા ઈબ્રાહિમખા બેલીમ ઉંમર વર્ષ 53 એ ખેતરના ભાગ્યમાં નુકસાની જતા ખેતી ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાત પડતા દોઢેક વર્ષ પહેલા હબીબખા કાસમખા બેલીમ પાસેથી 15 ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતા. એક મહિનામાં વ્યાજ સાથે મળી બે લાખ આપી દીધા હતા એકાદ માસ પહેલા શેરખાને હબીબખાએ તારે મને હજુ બે લાખ આપવા પડશે, ત્યારે શેરખાને કહ્યું હતું કે દોઢના બે લાખ આપી દીધા છે તો પણ ગત તારીખ 4.1.2023 ના હબીબખાને ફરી શેરખાનને મારા રૂપિયા આપી દેજે નહિતર જોયા જેવી થશે તેવી વાત કરી હતી.
શેરખાને 50000 રૂપિયાનું દર મહિને 20,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. થોડા સમય પૈસા આપવામાં પહોંચ્યા ન હતા તો પણ રસીદખા હબીબખા બેલીમે બે લાખ માંગ્યા હતા અને તારી પાસે પૈસા ન હોય તો ચેક લખી દે મકાન લખી દેજે જેથી શેરખાને ત્રણ કોરા ચેક અને મકાનનું લખાણ કરી દીધું હતું.
દસેક દિવસ પહેલાં રસીદખા મળ્યો ત્યારે ફરી બે લાખ આપી દે નહીંતર સારાવાટ નહીં રહે તેમ કહ્યું હતું આમ શેરખાને અલગ અલગ સમયે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેના 7.70 લાખ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છે. તેમજ લખાણ લઈ અવારનવાર ધમકી આપી હતી આ અંગે શેરખા બેલી મેં હબીબખા કાસમખા બેલીમ અને રસીદખા હબીબખા બેલીમ સામે ફરિયાદ કરતા શીલ પોલીસે વ્યાજખોર પિતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp