- Central Gujarat
- ગુજરાતમાં નથી બદલાવવાના મુખ્યમંત્રી, બધી અફવા છે
ગુજરાતમાં નથી બદલાવવાના મુખ્યમંત્રી, બધી અફવા છે
હાલમાં સોશિયલ મીડિયામાં નેતૃત્વ પરીવર્તનની વાત સામે આવી હતી. આ અફવા અને પાયાવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે, સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોઈ નેતૃત્વ પરીવર્તન નહીં થાય.

મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સોશિયલ મીડિયામાં CM પદ માટે ચર્ચામાં સામે આવ્યા હતા. આ અફવા સોશિયલ મીડિયા પર વોટ્સએપ પોસ્ટ વાયરલ થયા બાદ સત્તાવાર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
CM તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તનની વાત પાયા વિહોણી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ દૂરના સંકેત દેખાતા નથી. નેતૃત્વ પરિવર્તનની વાતો પાયાવિહોણી છે. સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે યથાવત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્રની તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે. જે અહેવાલમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

