શક્તિસિંહ ગોહિલ પર કોંગ્રેસે હાઈકમાન્ડે શું આ કારણે ભરોસો મૂક્યો

PC: Khabarchhe.com

ગુજરાતમાં સૌથી નબળી સ્થિતિમાં પહોંચી ગયેલી કોંગ્રેસને પુનઃજીવિત કરવા માટે શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. શક્તિસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પાછળ અનેક કારણો છે. સૌરાષ્ટ્રમાંથી આવતા ક્ષત્રિય નેતા શક્તિસિંહ ગોહિલને રાજ્યની કમાન સોંપી છે. હાલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંકને લઈને કોંગ્રેસ પોઝિટવ સેન્સમાં વિચારી રહી છે. જેઓ લોકસભામાં તેમની પાસેથી વધુ અપેક્ષા પાર્ટી રાખી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારમાંથી બહાર આવવા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસે રાજ્યની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. રાહુલ ગાંધીના નજીકના શક્તિસિંહ ગોહિલની ગુજરાતના રાજકારણમાં ફરી વાપસી એક બોલ્ડ પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે. જરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ બાજી શક્તિસિંહ ગોહિલના હાથમાં કમાન આવી છે.

શક્તિસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. આમાં પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તેમના ખૂબ જ નજીકના સંબંધો છે. શક્તિસિંહ ગોહિલને ગુજરાતના રાજકારણનો લાંબો અનુભવ છે. તેઓ સરકાર અને સંગઠન તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં એક્સપોઝર ધરાવે છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શક્તિસિંહ ગોહિલે વિપક્ષના નેતાની જવાબદારી પણ નિભાવી છે. તેઓ એક સારા વ્યૂહરચનાકારની સાથે સાથે સારા વક્તા પણ છે. તે હિન્દી-ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં બોલી શકે છે. શક્તિ સિંહ સંપૂર્ણપણે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં તેઓ રણનીતિ બનાવીને લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેન્શન આપી શકે છે.

શક્તિસિંહ ગોહિલને રાહુલ ગાંધીના ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે. તેઓ અત્યાર સુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાને ગુજરાતના રાજકારણમાં એક સાહસિક પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસની આ દાવથી ભાજપ પણ પરેશાન થઈ શકે છે. રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી 8 એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp