આ વિમાન પડી જશે… ગુજરાતના વિદ્યાર્થીને ટ્વીટ કરવું પડ્યું ભારે, પોલીસ ઉઠાવી ગઈ

PC: khabarchhe.com

ગુજરાતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને એક એરલાઇન વિશે ટ્વીટ કરવું ભારે પડી ગયું. ટ્વીટ કરવા બદલ મુંબઈ પોલીસે ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી. પરંતુ વિદ્યાર્થીની પરીક્ષા હોવાને કારણે તેને પાંચ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો.

એક પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, વાસ્તવમાં, Akasa એરલાઈને વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે એવિએશન કંપની 'અકાસા એર'નું વિમાન 'નીચે પડી જશે.' આ ટ્વીટ બાદ ખાનગી એરલાઈન કંપનીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થીએ ટ્વીટ કર્યું હતું કે અકાસા એર બોઇંગ 737 મેક્સ (એરક્રાફ્ટ) પડી જશે. આ ટ્વીટ પછી, અકાસા એરલાઈને મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ટ્વીટનું ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) સરનામું ગુજરાતના સુરતનું હતું, જેના પગલે એક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ ટ્વીટ ગુજરાતના ધોરણ 12ના વિદ્યાર્થીએ કર્યું હતું.

વિદ્યાર્થીની 27 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીએ કહ્યું કે તેને વિમાનો વિશે જાણવામાં રસ હતો અને તે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટના પરિણામોથી વાકેફ નથી. વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તેનો ઈરાદો અવ્યવસ્થા સર્જવાનો નહોતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને એક દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેને પાંચ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે તેની પરીક્ષાઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp