મોડાસાનો ટ્રેક્ટર ઠગઃ શો રૂમ પરથી ટ્રેક્ટર લઈ અમરેલીમાં વેચવા મૂક્યું

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં ટ્રેક્ટરનો શોરૂમ માલિકને ટ્રેક્ટર ખરીદનાર શખ્સ પર ભરોષો કરવો ભારે પડ્યો છે બાકરોલ (માળકંપા) ના શખ્સે આદર્શ ટ્રેક્ટરમાંથી એક શખ્સે 7 લાખનું ટ્રેક્ટર ખરીદી કરી ડાઉન પેમેન્ટ ભર્યા વગર ખરીદી કરેલ ટ્રેક્ટર બારોબાર અમરેલીના રવી દલાલને વેચી દઈ ટ્રેક્ટર શો-રૂમ માલિક સાથે છેતરપિંડી કરતા શો રૂમ માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી ઠગ્સ ઓફ ટ્રેક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી. ન્યુ બ્રાન્ડેડ ટ્રેક્ટર કૌભાંડ આચરતી ગેંગ ગુજરાતમાં સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આદર્શ ટ્રેક્ટરનો શો-રૂમ ધરાવતા પ્રહલાદ ભાઈ ધનજીભાઈ પટેલે ટાઉન પોલીસ સ્ટેશનમાં બાકરોલ (માળકંપા)ના યુવરાજસિંહ તખતસિંહ રાઠોડ સામે ટ્રેક્ટર ખરીદી કરી ડાઉન પેમેન્ટ આપ્યા વગર 7 લાખનું ટ્રેક્ટર બારોબાર વેચી દીધું હોવાની અરજી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બાકરોલ (માળકંપા)માં રહેતા યુવરાજસિંહ રાઠોડે મોડાસા શહેરના આદર્શ ટ્રેક્ટર શો-રૂમમાંથી અન્ય એક ગ્રાહકની મદદથી વિશ્વાસ કેળવી ટ્રેક્ટરનું ડાઉન પેમેન્ટ 80 હજાર રૂપિયા અને લોનનો ચેક બીજા દિવસે આપવાનું કહીં 7 લાખ રૂપિયાનું ટ્રેક્ટર ખરીદી કરી બરોબર ટ્રેક્ટર અમરેલી રવિ નામના દલાલને વેચી દીધું હતું શો-રૂમ માલિકને રૂપિયા આપવા સતત ગલ્લા-તલ્લા કરતા શો રૂમ માલિકને તેમનું ટ્રેક્ટર અમરેલીના દલાલે ઓનલાઇન વેચાણ કરવા મૂક્યું હોવાની જાણ થતા તેમને દલાલનો સંપર્ક કરતા યુવરાજસિંહ રાઠોડ ન્યુ બ્રાન્ડેડ ટ્રેક્ટર રજીસ્ટ્રેશન વગર ઓછી કિંમતે આપતો હોવાનું જણાવ્યું હતું.

ટ્રેક્ટર માલિકે યુવરાજસિંહને પૈસા માટે સંપર્ક કરતા તેને રૂપિયાની જરૂર હોવાથી 2.80 લાખમાં ટ્રેક્ટર વેચી દીધું હોવાનું શો-રૂમ માલિકને જણાવતા તેમના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી. ઠગ્સ ઓફ ટ્રેક્ટર સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.