
રસિયો રૂપાળો રંગરેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી આ પ્રમાણે ગીત ગાઈને એક વીજકર્મીએ લોકોને લાઈટબિલ ભરવા માટે અપીલ કરી હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો પાટણનો છે કે, જ્યાં 5 હજાર ગ્રાહકોનું 56 લાખનું વીજ બિલ બાકી છે જેને લઈ જાગૃતિ માટે UGVCLના કર્મીએ આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી.
પાટણ શહેરમાં ગીત સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર જાણીતા કલાકાર જગદીશ ગોસ્વામી કે જેઓ UGVCL પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓ પોતાની ફરજની સાથે સાથે પોતાના ગીત-સંગીતના શોખને પણ જીવંત રાખી વીજબિલ બાકી ગ્રાહકોને પોતાના મધુર કંઠે ગીતોના માધ્યમથી લાઈટ બિલ ભરવા જણાવી રહ્યા છે.
તેઓએ રસિયો રૂપાળો રંગરેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી' આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી કે, બધા લાઈટ બિલ ભરી દેજો તો પંખા નીચે જમવા મળશે નહીંતર કનેક્શન કપાઈ જશે. જે તે વિસ્તારમાં ગ્રાહકોનાં લાઈટ બિલો ભરવાનાં બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઈટ બિલ ભરતા નથી, તેવા ગ્રાહકોના વીજ કનક્શનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે તેઓ દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઈટ બિલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે. લાઈટ બિલ ભરવાની અપીલ સાથેના આ ગીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
Unique initiative of electricity department to pay light bill*
— Bharggav Roy 🇮🇳 (@Bharggavroy) March 15, 2023
*A request was made by the employee to sing a song and fill the remaining bill*
*रासीयो रूपालो रणलो रेलियो...... 😀*
👇🏻 #Gujarat #UGVCL pic.twitter.com/FGh0ZBtUU6
સમગ્ર ગુજરાતમાં એક બાજુ મોંઘવારીમાં આમ જનતા પિસાઈ રહી છે, દિન-પ્રતિદિન ભાવ વધારા થઈ રહ્યા છે તેને લઈને સરકારી કચેરીઓમાં બાકી નાણાં કઢાવવા માટે સરકારી કચેરીના કર્મચારીઓ નીતનવા નુસખાઓ અપનાવી ગ્રાહકો પાસેથી બાકી રહેલાં નાણાઓ કઢાવી રહ્યા છે. ક્યાંક જનજાગૃતિ જેવા કાર્યક્રમો યોજી પ્રજાને સમજાવવામાં આવે છે તો ક્યાંક જાહેરમાં જાહેરાત કરીને પ્રજાને સમજાવી રહ્યા છે ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીજકર્મીના આ નુસખાને લોકો પણ વખાણી રહ્યા છે.
રસિયો રૂપાળો રંગરેલિયો...ગીત આજકાલ મોટાભાગના ડાયરામાં સાંભળવા મળે છે. તેમાં પણ જે ડાયરામાં 'કમા'ની હાજરી હોય તેમાં આ ગીત અચૂક સાંભળવા મળે છે. કમાની હાજરી હોય તે લોકડાયરામાં ગાયક કલાકાર આ ગીત અચૂક ગાતા જોવા મળે છે. ત્યારે હવે આ ગીતની ધૂન સાથે જ વીજ કંપનીના કર્મચારીએ બાકી બિલની વસૂલાત શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp