26th January selfie contest

PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈ આંબી રહ્યુ છેઃ દર્શના જરદોષ

PC: khabarchhe.com

સુરતના કતારગામ સુમુલ ડેરી રોડ સ્થિત ગુરૂકુલ કન્યા વિદ્યાપીઠ વી.ટી.ચોકસી કન્યા વિદ્યાલયમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈ આંબી રહ્યું છે. યુવાઓના શેક્ષણિક સમયમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાના સમયમાં થતી મૂંઝવણોનું નિરાકરણ લાવવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દિશાદર્શન કરશે. ગુરૂકુલના આંગણે સ્વામીજીએ હજારો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કર્યું છે એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

વધુમાં મંત્રીએ કહ્યું કે, નવા ભારતના નિર્માણમાં યુવાપેઢીનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે પરીક્ષાના યોગ્ય સમયે ‘પરીક્ષા પે ચર્ચા’ એ પરીક્ષાર્થીઓ માટે મિત્રની ગરજ સારશે. પરીક્ષા દરમિયાન શાંતચિત્તે સમયના યોગ્ય મેનેજમેન્ટ સાથે વાંચન કરી પ્રફુલ્લિત મને પરીક્ષા આપવા મંત્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના જોઈન્ટ સેક્રેટરી અને સુરત શાખાના અધ્યક્ષ સ્વામી અંબરિશાનંદજી મહારાજે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ સાથે સદ્દગુણ પણ હોવા જરૂરી હોવાનો મત વ્યક્ત કરી પુસ્તકોથી વિચારોનો વૈભવ ફેલાય છે એમ ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp