ફરી કમોસમી વરસાદની આગાહી, 14 જિલ્લામાં આ 2 દિવસ વરસાદ પડશે, પવનની ગતિ વધશે

PC: khabarchhe.com

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17 જિલ્લાઓમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે પણ ચિંતા ફરી કમોસમી વરસાદના કારણે થઈ છે.

આજે ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં માવઠું પડશે. ગીર સોમનાથ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે.

ઉત્તર પર્વતીય પવનોના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વરસાદના કારણે ઉભા પાકને ભારે નુકશાન થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના વિસ્તારોમાં પવનની ગતિ 30થી 40 કિમીની રહેશે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં આવતીકાલે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવાર અને શનિવારના રોજ માવઠું પડવાની વકી છે.

અગાઉ પણ 18 જિલ્લામાં એક દસ દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો. ત્યારે પણ ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીના કારણે ખેડૂતોને ઉભા પાકને લઈને નુકશાનીનો ભય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp