ગૌચરની જમીન હડપી લેનારની ધરપકડ કેમ નથી થતી, માલધારી સમાજની આંદોલનની ચીમકી

PC: twitter.com

ગુજરાતમાં માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઇએ આરોપ લગાવ્યો છે કે પાલિકા હાઇકોર્ટમાં ખોટી એફીડેવીટ કરે છે. તેમણે કહ્યું કે, જો અમારી સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ ન આવે તો દિવાળી પછી અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું.

તેમણે કહ્યું કે ઢોર રસ્તે રખડવા ન જોઇએ અને નિર્દોષ લોકોના જીવ જાય તે પણ ન ચાલે. પાલિકા ભલે ઢોરને  પકડી તેની સામે વાંધો નથી, પરંતુ ગૌચરની કરોડો રૂપિયાની જમીન જેમણે હડપી લીધી છે તેમની ધરપકડ કેમ નથી કરવામાં આવતી?

માલધારી સમાજની મુખ્ય માંગણી એ છે કે સૌથી પહેલાં તો તેમને સાંભળવામાં આવે. માલધારી સમાજ તેમની મિલ્કતમાં જે પશુ રાખે છે તેને જપ્ત ન કરવામાં આવે, લાયસન્સ પ્રોસેસને હળવી બનાવવામાં આવે. માલધારી સમાજને શહેરની બહાર 50 ટકા કિંમતે જમીન આપવામાં આવે. માલધારી સમાજ ઢોરને છુટા નહીં મુકવા માટે સહયોગ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp