- Kutchh
- મોરબીના ગામડાઓમાં 12 માળની ઈમારત ઉભી થવાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
મોરબીના ગામડાઓમાં 12 માળની ઈમારત ઉભી થવાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
મોરબી આસપાસના ગામોમાં 12 માળની બિલ્ડીંગ ઉભી કરવાના મામલે કરવામાં આવેલી રીટ અરજી મામલે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે જિલ્લા કલેક્ટરને નોટીસ જારી કરીને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
અગાઉ અરજદાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં 12 માળની બિલ્ડીંગોને પરમિશન આપવા મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર રીટ અરજી દાખલ કરતા આ મામલે આજે સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે શું ગ્રામ્ય વિસ્તારમાં આટલા મોટા બાંધકામને મંજૂરી મળી શકે છે? તેમ સવાલો કર્યા હતા, સાથે જ જિલ્લા કલેક્ટરને વિગતવાર રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સમગ્ર વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જમીન બિનખેતીની હોય તો આડેધડ બાંધકામને છૂટ આપવાની? તેમ પણ હાઈકોર્ટ તરફથી સવાલ કરાયો હતો.

હાઈકોર્ટમાં રીટ કરતા આ મામલે અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. હાઈરાઈઝમાં આગ લાગે તો લોકોના જીવને જોખમ છે તેમ અરજીની અંદર આક્ષેપ કર્યો હતો આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, 3 માળ સુધી ફાયરના સાધનો જ છે કે જેના થકી આગ જેવી ઘટનામાં બચાવ કામગિરી કરી શકાય છે ત્યારે 12 માળની પરમિશન આપવામાં આવી છે તેમ જીવનું જોખમ હોવાનો પણ અરજદાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

